લેખ

પ્રેમીનો દરરોજ નો ધંધો સેટ કરવા મહિલાએ પોતાના જ પિતાના ઘરમાં કર્યું એવું કે…

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પરંતુ ક્યારેય તો લોકો આ પ્રેમમાં એટલા અંધ બની જાય છે કે ન કરવાનું કરી બેસે છે. લોકો પ્રેમ માં સાચું ખોટું જોતા જ નથી. બસ તેમને યોગ્ય લાગે તેમ કરતા હોય છે. આવું જ કંઇક હમણાં અમદાવાદ માં બન્યું છે. જેના વિશે સાંભળીને તમે પણ હેરાન રહી જશો. અમદાવાદ નાં કાલુપુર વિસ્તારમાં આવેલી જયહિન્દ પાર્ક સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાંખ્યો છે. જેનાં ઘરમાં ચોરી થઇ હતી તેમની જ પુત્રીએ તેનાં પ્રેમી પાસે ચોરીને અંજામ આપાવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ફરીયાદીની પુત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કહેવાય છે કે પ્રેમ આંઘળો હોય છે પરંતુ એવો તે કેવો પ્રેમ કે તે પોતાનાં જ ઘરમાં ચોરી કરાવે. જીહા, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ જયહિન્દ પાર્ક સોસાયટીમાં રહેતા વિજયભાઈ ધોળિયા ના ઘરમાં ચોરી થઇ હોવાની કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. જેના આધારે કાલુપુર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. ઘરનો દરવાજો તોડ્યા વગર ચોરી થઇ હોવાથી પોલીસને જાણભેદુએ જ ચોરી કરી હોવાની શંકા હતી. જેથી પરિવારનાં લોકોની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ફરીયાદી ની પુત્રીની પોલીસે તપાસ કરતા તેને તેનાં પ્રેમી પાસે ચોરીને અંજામ અપાવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે નેહા (નામ બદલ્યું છે.) અને તેનાં પ્રેમી કુંજ (નામ બદલ્યું છે.) ની ધરપકડ કરી હતી અને સોનાનાં બે બિસ્કિટ, રોકડ 55,100 મળી 6 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસનાં કહેવા મુજબ, આરોપી નેહા અને કુંજ છેલ્લા ઘણાં સમયથી એક-બીજાનાં પ્રેમમાં હતા. નેહા અને કુંજ લીવ-ઇન રીલેશનશીપમાં રહેતા હોવાથી નેહાનાં પિતા વિજય ભાઈએ તેને ઘરે પરત બોલાવી લીધી હતી. વિજયભાઇ પરિવાર સાથે દિલ્હી જવાનાં હતા તેની પુત્રી નેતાએ તેનાં પ્રેમીને જાણ કરી ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો. દિલ્હી જતા પહેલા નેહાએ પ્રેમીને ઘરની ચાવી આપી હતી અને પ્રેમી કુંજે ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. જોકે કુંજે ચોરીને અંજામ આપી સોનાની ચેન મુથ્થુટ ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકી 50 હજારની લોન લીધી હતી અને તેમાંથી પોતાનાં કરજો ભરી બાકીનાં રૂપિયા નેહાનાં બેન્ક એકાઉન્ટમાં પરત કર્યા હતા. ચોરી કરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે, બન્ને એક-બીજા સાથે રહેવા માંગતા હતા અને ધંધો સેટ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. અને બને સાથે જીવવા માટે ઘર છોડીને ભાગી જવાના પણ હતા. કારણ કે તેઓ જાણતા હતા કે ઘરના લોકો ક્યારેય તેમના પ્રેમ ને સમજી શકે એમ ન હતાં. અને જાતિ પણ અલગ હોવાથી તેમના ઘર વાળા આ સંબંધ માટે ક્યારેય તૈયાર થાત નહીં. એટલે તેમણે વિચાર્યું કે જો સાથે નહીં જીવી શકાય તો અલગ પણ નહીં જ જીવાય.

તેથી તેમણે ઘરે થી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ભાગી જઈને લાઇફ સેટ કરવા માટે પૈસાની જરૂર હતી. તેથી તેઓ વિચારતા રહ્યા કે આવી પરિસ્થિતિમાં શું કરી શકાય. તેઓ ઘણા સમય સુધી આ રીતે વિચારતા રહ્યા બાદ નેહા ને એક વિચાર આવ્યો હતો અને તેણે પ્રેમી કુંજ ને જણાવ્યું હતું. તેના આ પ્લાન થી કુંજ પણ ખુશ થઈ ગયો હતો અને આગળની કાર્યવાહી આગળ વધારી હતી. તે અંતર્ગત તેમણે ચોરી કરી હતી અને પૈસા ઠેકાણે લગાવ્યા હતા. જો કે કહેવાય છે ને કે સત્ય ક્યારેય છુપાતું નથી. તેમ અહીં પણ બંને નો ભેદ ખુલી ગયો હતો. હાલ તો પોલીસે ફરીયાદીની પુત્રીને પણ ચોરીમાં મદદગારીનાં ગુનામાં જેલનાં સળીયા ગણતી કરી દીધી છે. જોકે આંધળા પ્રેમમાં ઘરમાં જ ચોરીને અંજામ આપવાનો આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન ગણી શકાય.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *