જામનગર જીલ્લાના હાપા વિસ્તારમાં ગઈ કાલે જ બપોરના સમયે ડબલ મર્ડરની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી છે. આજથી એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર એક યુવકને યુવતીના પરિવારજનોએ પતાવી દીધો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ યુવતીની માતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમલગ્નના કારણે ડબલ મર્ડર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બંને હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી લીધી છે.
રોયલ એનફિલ્ડના શો-રૂમની અંદર જ સોમરાજની હત્યા કરી નાખી મૃતક સોમરાજ ગઈ કાલે હાપા વિસ્તારમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તેના સાસરિયા પક્ષના લોકો દ્વારા તેના પર હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી સોમરાજ જીવ બચાવવા માટે રોયલ એનફિલ્ડના શો રૂમની અંદર ઘુસી ગયેલો હતો. તેની પાછળ પાછળ પહોંચેલા હત્યારાઓએ સોમરાજની શોરૂમની ઓફિસમાં જ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.
સોમરાજનાં પરિવારજનોએ યુવતીની માતાને પતાવી દીધી સોમરાજની હત્યા થઇ હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેઓ રોયલ એનફિલ્ડના શો રૂમમાં દોડી આવ્યા હતા. આરોપીઓ હત્યાને કરીને નાસી છૂટ્યા હોય સોમરાજના પરિવારજનો યોગેશ્વરધામમાં આવેલ આરોપીઓના ઘરે પહોંચી ગયા હતા. જ્યારે મૃતક સોમરાજના સાસુ જ ઘરે હાજર હતા જેથી તેમના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
બંને પરિવારના આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી દીધા પ્રેમલગ્નની અદાવત રાખી અને ખેલાયેલા લોહિયાળ જંગમાં બે લોકોને મોતને ઘાત ઉતારાતા પોલીસે બંને પક્ષના હત્યારાઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી લીધી છે. મૃતક સોમરાજે એક વર્ષ પહેલાં તે યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા સોમરાજે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પરિવારજનો નારાજ થયા હતા. જેનો રોષ રાખી આજે સોમરાજની હત્યા કરી નાખી હતી. સોમરાજની પત્ની પ્રેગનેન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે.