લેખ

પ્રેમમાં પાગલ યુવક દરરોજ મહિલાને કરતો હતો એવું કે, પ્રેમમાં યુવકને મળી એવી વસ્તુ કે…

એકતરફી પ્રેમ ક્યારેક જુનન બની જતો હોય છે. અને આ જુનુનને કારણે ઘણી વખતકઈ એવું થઈ જાય છે. જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય..વાત અમદાવાદના દાણીલીમડા વિસ્તારની જ્યા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને એટલી હેરાન કરી કે ના છૂંટકે યુવતીને કંટાળીને યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી પડી. અને પ્રેમમાં પાગલ યુવકને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી યુવક હેરાન પરેશાન કરતો હતો. અને પોલીસની તપાસમાં એં સામે આવ્યું છે કે યુવક યુવતીના પરિચયમાં હતો…યુવતીને તે અવાર નવાર રસ્તાઓ પર રોકીને તેની હેરાન કરતો હતો. સાથેજ તે જ્યારે પણ રોડ પર નિકળે ત્યારે તેને રોકીને તેની સાથે લગ્નની માગણી કરતો હતો. પરંતુ યુવતીએ જ્યારે લગ્ન માટેના પાડી ત્યારે તે તેને દરરોજ હેરાન કરવા લાગ્યો…

યુવક અને યુવતી છેલ્લા આઠ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અને એખ વર્ષથી યુવક તેના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. જ્યારે પણ યુવતી રસ્તા પર કોઈ કામથી નીકળે ત્યારે તેનો પીછો કરીને તેની  વાહન ઉભું રખાવતો અને તેના વાહનમાંથી ચાવી કાઢીને તેને ત્રાસ આપતો હતો. સાથેજ બધાની સામે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુકતો હતો. જેથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે પ્રેમી યુવકને જેલભેગો કરી દીધો છે.

સમગ્ર મામલે પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 5 વર્ષથી યુવતીના પ્રેમમાં પાગલ હતો. અને જ્યારે યુવતી નાની હતી. અને સ્કૂલે જતી હતી ત્યારે પણ તે તેને હેરાન કરતો હતો. પરંતું છેલ્લા એખ વર્ષથી તેનો ત્રાસ વધી ગયો હતો. જેના કારણે યુવતી કંટાળી ગઈ હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આપી લોડીંગ રીક્ષા ચલાવતો હતો. અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતું તેની કરતૂતોને કારણે આજે તેને હવાલાતમાં રહેવાનો વારો આવ્યો છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *