રાજ્યના વિવિધ વિસ્તારમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થતા જ ખરાબ સમાચાર પણ સામે આવ્યા

સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ ખરાબ સમાચાર સામે આવ્યા છે તેમાં સુરેન્દ્રનગરમાં લોકો ઉપર વીજળી પડી જતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે લીમડીના જાંબુ નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી અને તેમાં ૨૬ વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારબાદ નાની કઠેચી ગામે બે વ્યક્તિઓ પર વીજળી પડતા બે વ્યક્તિઓના મોત થઇ ગયા હતા.

એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે બહાર મોકલવામાં આવ્યો હતો અને તેની સાથે જ પાટણ પણ વીજળી પડી જતાં એક મહિલાનું મોત થઈ ગયું હતું એમ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર મા8 જૂનથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી આમ તેની સાથે જ ભારે પવન આવ્યો હતો અને અષાઢી માહોલ પણ જોવા મળ્યો હતો તથા અલગ અલગ વિસ્તારમાં વરસાદી પવન સાથે કરા પણ પડતા પણ જોવા મળ્યા હતા.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા 8 તારીખથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી અને તે જ અનુસાર અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વરસાદનું આગમન થઇ ગયું હતું આમ સુરેન્દ્રનગર માં આવેલા લીંબડી, સાયલા, મૂળી અને ચુડામાં ખૂબ જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી ગયો હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી.

આમ સુરેન્દ્રનગર જિલ્લામાવિવિધ વિસ્તારમાં વરસાદ પડવાથી અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને બપોર પછી ઠંડકનું વાતાવરણ થઇ ગયું હતું ત્યાર બાદ ભારે પવન આવતા જ વરસાદ પડ્યો હતો આમ જિલ્લાના ગામના વિસ્તારમાં ખૂબ જ વહેલી સવારથી ભારે ઉકળાટ અને બફારો લાગતો હતો આમ બપોર પછી વરસાદ આવતા જ લોકોને રાહત મળી હતી.

સુરેન્દ્રનગરના વિવિધ ગામમાં લીંબડી,સાયલા, મુળી અને ચુડા અને અલગ વિસ્તાર માં વરસાદ આવવાના કારણે વાવેતર માં ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તથા અમદાવાદ સહિત વિવિધ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે ખુબ જ પવન આવતા જ વાદળો કાળા થઈ ગયા હતા અને લોકોને સાંજ બાદ ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

આ મંગળવારે વિવિધ વિસ્તારમાં પ્રિ-મોન્સુન એકિટવિટી થવાના કારણે વરસાદ આવ્યો અને લાઠી તથા સાવરકુંડલા તાલુકાનાં વિવિધ વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડતા શેત્રુંજી નદીમાં પૂર આવી ગયો હતો આમ ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને તેના જ કારણે ખેડૂતો ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આમ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી ઘટાડો થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *