રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં આવ્યો પલટો

હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી કરી રહ્યું છે અને તેમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદનો માહોલ છવાઇ ગયો છે આમ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો આરંભ થઇ જવાના અલગ-અલગ સંકેતો જોવા મળ્યા છે આ મંગળવારે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ પડયો હતો અને તેના જ કારણે તાપમાનમાં પણ ઘણો બધો ઘટાડો થતો જોવા મળે છે.

આમ ગરમીથી હેરાન-પરેશાન થઈ ગયેલા લોકોને થોડી રાહત મળી હતી. અમરેલી જિલ્લાના પણ અલગ-અલગ વિસ્તારમાં અડધાથી લઇ ને બે ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો આમ ખાસ કરીને લાઠી પંથકમાં પણ બે ઇંચ વરસાદ પડી ને ગાગડીયો નદી વહેવા લાગી હતી. અમરેલીમાં પણ બપોર પછી વાતાવરણ બદલાઇ ગયું હતું અને હવામાનમાં પલટો આવી ગયો હતો તથા સાંજ પડતાં જ આકાશમાં વરસાદના વાદળો જોવા મળ્યા હતા આમ લાઠી પંથકમાં પણ જાણે ચોમાસાનો આરંભ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

મેહુલિયો મન મૂકીને અમુક એરિયામાં વરસી ગયો હતો લાઠી શહેરના આસપાસના ગામડાના વિસ્તારમાં વરસાદના આગમન સાથે જ મેઘરાજાએ પોતાની અમૃતધારા આકાશમાંથી વરસાવી હતી. આમ ત્યાં ચાર થી છ વાગ્યાના સમયગાળામાં ૪૬ મિ.મી વરસાદ પડી ગયું હોવાનું જણાવ્યું છે અને ત્યાર પછી પણ ત્યાં વરસાદ ચાલુ હતો તેથી લાઠી નો ગાગડીયો નદીમાં પૂર આવી ગયું હતું તથા દુધાળા નજીક હરિકૃષ્ણ સરોવર માં નવા નીર બીજા આવી ગયા હતા.

સાવરકુંડલા તાલુકામાં આવેલા શેલણા, મોટા ભમોદરા, આંકોલડા, વંડા, અને તેના આસપાસના વિવિધ વિસ્તારોમાં બપોર પછી ખૂબ જ વરસાદ પડ્યો હતો અને જોતજોતામાં તો અડધો ઇંચ વરસાદ પડી જતાં જ ગામના રસ્તાઓ ઉપર પાણી આવી ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજથી ૧૦ જૂન સુધીમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં તથા ખાસ કરીને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર તથા ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે આમ ૮થી ૯ જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ નવસારી દાદરા નગર હવેલી વગેરે વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

વારાહીમાં 26 કિલોમીટરની ઝડપથી પવન ફુંકાયા હતા અને તેના કારણે જ ઘરના પતરા પણ ઉડી ગયા હતા અને સામાન્ય વરસાદ પડયો હતો તથા બનાસકાંઠામાં આવેલા કાંકરેજ તાલુકાના ભલગામ માં પણ હળવો વરસાદ પડ્યો હતો. આમ બદલાતા વાતાવરણના લીધે પાંચ શહેરોમાં ગરમીનો પારો ઓછો થઈ ગયો હતો અને તેનું તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે આવી ગયું હતું આમ હવામાન વિભાગે આગાહી કરી હતી કરી હતી કે ચાર દિવસમાં તાપમાન હજુ બેથી ત્રણ ડિગ્રી ઓછું થઈ શકશે. વરસાદના આગમનના કારણે બપોર પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *