હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી જશે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં મધ્યમાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.
સામાન્ય રીતે મેના અંતમાં અને જૂનના પ્રથમ વિભાગમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે પરંતુ આ વર્ષે પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થઇ નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 તારીખ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વરસાદની વાત કરીએ તો હાલમાં ગઢડા ની આસપાસ થોડો ઘણો છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તારીખ 5, 6 અને 7 એ ભેજનું પ્રમાણ વધવાની સંભાવના દર્શાવવામાં આવે છે.
આથી પંથકમાં ઝાપટા અને હળવા વરસાદની શરૂઆત થશે. દક્ષિણ અને પશ્ચિમમાં પવનની દિશા બદલાવાથી અરબ સાગર ઉપર પણ દબાણ આવવાથી અમુક દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તારીખ થી 15 તારીખ ની વચ્ચે છુટા છવાયા એટલે કે વાવણીલાયક વરસાદ ની શરૂઆત થઈ જશે.
ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 11તારીખ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રીય થશે આખી વાવણીલાયક વરસાદ શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. 27 જૂન થી ૪ જુલાઇ સુધી લાંબા વરસાદ નો રાઉન્ડ થશે. જેની વચ્ચે ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે આથી લોકોને બફારો પણ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌપ્રથમ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. જોવા જઈએ તો જેમ હવામાં ભેજનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રીય થશે.