પરિણીત મહિલા પ્રેમમાં પાગલ યુવકે કર્યું એવું કારસ્તાન કે માસૂમ બાળકનું અપહરણ કરીને…

રાજકોટમાં ગુરૂવારે અપહરણ થયું છે તે બનાવ સામે આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી તાલુકાના સુપેડી ગામની અંદર ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કર્યુ હતું. માતાના હાથમાં રહેલા બાળક ઝુંટવીને અપહરણ કરતા બાળકને લઈ મોટર સાયકલમાંથી લઈને ચાલ્યો ગયો હતો.

આ આખી ધટના ની જાણ રાજકોટ ગ્રામ્ય પોલીસને થતાં સ્થાનિક પોલીસ અને સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી સહિતના સ્ટાફ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી હતી. અપહરણની ઘટના માત્ર દોઢ જ કલાકમાં રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા અપહરણ કરતાં પાસે રહેલ બાળકને છોડવામાં આવ્યો હતો. સાથે સાથે બાળકનું તેની માતા સાથે મળવવામાં પણ આવ્યો હતું.

આ આખા બનાવ વિશે રાજકોટ જિલ્લામાં આવેલા પોલીસ વડા બલરામ મીણા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. આગળ વાત કરીએ તો પ્રેસ મીડિયા અને માહિતી આપતા જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે આરોપી દિનેશ ભાઈ ધન્યવાદ ભાઈ રાઠોડ મુળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં જ રહે છે.

તમને જણાવી દઈએ કે બાળકની માતા પણ ત્યાંની જ રહે છે. આરોપી તેમજ બાળકની માતા એકબીજા ને લાંબા સમયથી ઓલખતા હતા. આરોપી બાળકની માતાના એક તરફા પ્રેમમાં પણ લાંબા સમયથી હતા. આરોપી દ્વારા બાળકની માતાને અનેક વખત પોતાના પ્રેમ સ્વીકારવા બાબતે કડક રીતે પણ કહેવામાં આવતું હતું.

અને આગળ વાત કરીએ તો જો બાળકની માતા એક તરફા પ્રેમીની આ વાત ને નહીં સ્વીકારે તો તે પોતે આપધાત કરી નાખશે અને બાળકનું પણ અપહરણ કરી તેને નુકસાન પહોંચાડશે તેવી વાતો પણ તે કરતો હતો એક તરફા પ્રેમીએ ધમકી આપતા આપતા કહ્યું હતું કે મારા આપધાતના સમાચાર.

મળતી માહિતી મુજબ ગુરૂવારે બાળક જ્યારે પોતાના માતા પાસે હતું. ત્યારે આરોપી ત્યાં આવી ગયો હતો. માતા પાસે રહેલ બાળકને ઝૂંટવીને બાઈક પર ત્યાંથી તેને લઈ ગયો હતો. આ આખી ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતાં તાત્કાલિક અસરથી ગ્રામ્ય પોલીસે નાકાબંધી પણ કરી નાખી હતી. અને થોડાં જ કલાકોમાં ક અપહરણ કરનાર પાસેથી બાળકને લઈ તેની માતાને આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.