લેખ

પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવા ગઈ મહિલા ને પોલીસ અધિકારીએ હોટલમાં બોલાવી અને…

એક મહિલા પોતાનો પતિ ગુમ થયાની ફરિયાદ કરવા ગઈ હતી. ત્યારે એક પોલીસ અધિકારીએ તેના મોબાઈલ નંબર લઇ લીધા હતા. ત્યાર બાદ તે અશ્લીલ મેસેજ પણ કરતો હતો. અને એક દિવસ મહિલા ને હોટલ માં મળવા માટે બોલાવી હતી અને તેની હાલત… જનતા અસામાજિક તત્ત્વોની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જાય છે. પરંતુ જો પોલીસ સ્ટેશનમાં જ અસાજિક તત્વો કામ કરતા હોય તેવા સમયે લોકો ક્યાં જશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. પોતાનો પતિ ગુમ થયાની ફરિયાદ કરવા એક નિવૃત્ત પી. એસ. આઈ.ની પુત્રી કરવા ગઇ હતી. પરંતુ પરિણીતાના નંબર પર પી એસ આઈ અશ્લિલ મેસેજ કરતો હતો.

એટલું જ નહીં પરિણીતાને હોટલમાં બોલાવીને તેની સાથે છેડતી કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ નવી મુંબઈ ના એક વિસ્તારના તત્કાલીન પી એસ આઈ અભિનવ વર્મા (નામ બદલ્યું છે.) એ કર્યો હતો. પરિણીતાએ તેને ધકકો મારીને પોતાની આબરૂ બચાવવા ભાગી ગઇ હતી. પોલીસની પુત્રી સાથે પી એસ આઈ આટલી હદ સુધી જતો હોય તો સામાન્ય મહિલાઓ સાથે તો કેવો વ્યવહાર થતો હશે તે તો ભોગ બનનાર મહિલા કે યુવતીઓ જ જાણતી હશે. નવી મુંબઈમાંથી પી એસ આઈ અભિનવ વર્માની બદલી સાઇબર ક્રાઇમમાં થઇ હોવાથી ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરી લીધી છે.

ગત 11, 11, 19ના રોજ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગઇ હતી. ત્યારે તેની મુલાકાત પી એસ આઈ અભિનવ વર્મા સાથે થઈ હતી. ત્યારબાદ આરોપી પી એસ આઈએ મહિલાનો નંબર લઈ તેને મેસેજ કરતો હતો અને વોટ્સએપ કોલ પણ કરતો હતો. ત્યારબાદ એક દિવસ આરોપીએ મહિલાને જૂના રોડની એક હોટેલ માં બોલાવી તેની છેડતી કરી દુષ્કર્મની કોશિશ કરી હતી.

જોકે મહિલા હિમ્મત કરી પી એસ આઈ ને ધકકો મારીને ત્યાંથી ભાગી ગઈ હતી. પહેલા તો આ મામલે નવી મુંબઈ ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ત્યારબાદ 12-6-20ના રોજ ફરિયાદ ની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એ સી પી ને સોંપાઈ હતી. હાલ તો પી એસ આઈ અભિનવ વર્મા ની ધરપકડ કરી છે, પરંતુ આ કેસમાં અન્ય એક પી એસ આઈ બી આર ચોપરાની (નામ બદલ્યું છે.) ઉપર પણ આરોપ છે અને જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. તપાસમાં ટેકનિકલ પુરાવા અને મહિલા ભાગી રહી હતી તે સમયના એક સાક્ષી પણ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે મહિલાએ પી એસ આઈ અભિનવ વર્મા સામે દુષ્કર્મનો પ્રયાસ નો આરોપ મૂક્યો છે. તે જ મહિલાએ નવ મહિના પહેલા પોલીસ કંન્ટ્રોલ રૂમમાં ફોન કરીને દારૂ ના નશામાં ધૂત પોલીસકર્મી આનંદ બાર (નામ બદલ્યું છે.) ગંદી ગાળો બોલતો હોવાની જાણ કરી હતી. જેથી મહિલા આનંદ વિરુદ્ધ ફરિયાદ કરવા માંગતી નહોતી પણ પી એસ આઈ અભિનવ વર્મા એ શરમ રાખ્યા વગર ગુનો નોંધીને આનંદની ધરપકડ કરી હતી. આનંદ સાથે મહિલાને મિત્રતા હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જેથી બદલો લેવા માટે આનંદે પી એસ આઈ સામે ફરિયાદ કરાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પી એસ આઈ ને બચાવવા નવી મુંબઈ ના બીજા એક પી એસ આઇ બી આર ચોપડા એ પરિણીતાને ધમકી આપી હતી. ત્યાં ના જ પી એસ આઈ અભિનવ વર્માએ પરિણીતા સાથે દુષ્કર્મ કરવાની કોશિષ કર્યાની પોલીસ સ્ટેશનમાં જ ફરિયાજ નોંધાવી હતી. ત્યારે ત્યાં ના જ અન્ય એક પી એસ આઈ બી આર ચોપરાની પણ મહિલાને ફરિયાદ પાછી લેવા માટે ધમકી આપતાં હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. ક્રાઇમ બ્રાંચ તેની પણ તપાસ કરી રહી છે.

મહિલાની ફરિયાદના દોઢ મહિના પહેલાં જ પી એસ આઈ અભિનવ વર્માએ લગ્ન કર્યા હતા. પી એસ આઈ અભિનવ વર્મા વિરુધ્ધ મહિલાએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે તેના દોઢ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. એટલુ જ નહી થોડા દિવસ પહેલાં જ પી એસ આઈ અભિનવ વર્મા પિતા બન્યો હતો. આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે કે જો પોલીસ ના અધિકારી ઓ જ આવું કરે તો સામાન્ય લોકો કોની પાસે ફરિયાદ લઈ ને જાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *