લેખ

પત્ની પર 24 કલાક નજર રાખવા લગાવ્યા CCTV, પત્નીની બધી જ હરકતો પણ…

ચાલ્યા દિવસે અપરાધના કઈ ને કઈ કિસ્સા સામે આવતા રહે છે. જ્યારે આપણે તેના વિશે સાંભળીયે છીએ ત્યારે આપણે પણ હેરાન રહી જઈએ છીએ. આવો જ એક કિસ્સો દિલ્લીથી સામે આવ્યો છે જેને પતિ પત્નીના પવિત્ર રીસ્તા ને કલંક લગાવવાનું કામ કર્યું છે. દિલ્લી શહેરના પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ અગાઉ પણ મુંબઈ ખાતે ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ તેની પર આક્ષેપ કરી ત્રાસ ગુજારી તેની પર નજર રાખવા ઘરમાં જ સીસીટીવી લગાવી દેતો હતો.

શહેરના બાલું હેસમાં રહેતી 40 વર્ષીય યુવતી હાલ તેના બહેન અને બનેવી સાથે રહે છે. વર્ષ 2004થી આ મહિલા મુંબઈ ખાતે એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. વર્ષ 2005માં તેના લગ્ન દિલ્લીના એક યુવક સાથે થયા હતા. આ મહિલાના પતિ તેની સાથે મુંબઈ રહેવા ગયો હતો. લગ્ન બાદ તેનો પતિ અવારનવાર નાની નાની બાબતે તેની સાથે ઝઘડા કરતો હતો. આટલું જ નહીં મહિલાનો પતિ તેને ગાંડી કહીને કોઈ કામ આવડતું નહીં નથી તેમ કહી ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળી જતા આ મહિલા વર્ષ 2016 અને 2018માં તેની બહેન દિલ્હી ખાતે રહેતી હોવાથી તેની પાસે આવીને રહેવા લાગી હતી.

જોકે પરિવારના વડીલો ના સમજાવવાથી તેના પતિએ હેરાન નહીં કરવાની ખાતરી આપી હતી અને બાદમાં સમાધાન થયું હતું. પરંતુ બાદમાં તેનો પતિ ઘર ખર્ચ, ઘરનું ભાડું, લાઈટ બિલ, બાળકોના અભ્યાસ ના ખર્ચ તેની પાસે જ કરાવવા દબાણ કરતો હતો. કંટાળીને આ મહિલાએ જે તે વખતે પોલીસ તથા કોર્ટની મદદ લીધી હતી. વર્ષ 2019 માં તેના પતિએ તેની સાથે ઝઘડો કરી ધક્કો મારી તેનું માથું પછાડવા નો પ્રયત્ન કર્યો હતો. લોકડાઉન દરમિયાન પણ મહિલાના પતિ તેને ખૂબ જ ત્રાસ આપતા હતા.

આ મહિલાના પતિએ પત્ની પર નજર રાખવા ઘરમાં સીસીટીવી પણ લગાવ્યા હતા. વારંવાર મહિલાનો પતિ તેને ત્રાસ આપી સીસીટીવી દ્વારા તેની પર નજર રાખતો હતો. જેથી આ મહિલાએ તેના પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ મુંબઈ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ કરેલો કેસ કોર્ટમાં ચાલુ હતો તે દરમિયાન આ મહિલાએ દિલ્લી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ તેને ઘણા સમયથી ત્રાસ આપી રહ્યો હતો. તેમની વચ્ચે હવે પતિ પત્ની જેવો કોઈ રીસ્તો રહ્યો ન હતો. તેનો પતિ તેને પાગલ કહી ને જ બોલાવતો હતો. અને ઘર ખર્ચમાં કઈ પણ આપતો ન હતો. પોતે જ બધું ચલાવતી હતી. પોતાની નોકરી માંથી બધું જ મેનેજ કરતી હતી. ઉપરાંત તેનો પતિ તેને માર પણ મારતો હતો. તે તેનું કંઇજ સાંભળતો ન હતો. આમ પતિ થી ત્રાસી જઈને મહિલાએ આખરે કોર્ટની શરણ લીધી હતી. મહિલાનું કહેવું છે કે તેને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને કોર્ટ જ તેની સાથે ન્યાય કરશે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *