લેખ સમાચાર

પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, પોતાના જ ઘરે પ્રેમીને રાખ્યો અને બાદમાં…

લગ્નેત્તર સંબંધોનો રાફડો ફાટ્યો છે. પતિ પત્ની વચ્ચે દગાબાજીના કિસ્સા વધી રહ્યાં છે. આજ કાલ પતિ-પત્નીઓ વચ્ચે ઝઘડાઓ ખુબ જ વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનો જ એક કિસ્સો સામે આવ્યો છે જે તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. પતિને તેની પત્નીને કોઈ બીજા પુરુષ સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે તેની જાણ લગ્નના ૧૪ વર્ષ બાદ થઈ હતી. એટલુ જ નહિ, પત્નીનો પ્રેમી ૯૦ દિવસ સુધી તેની પ્રેમિકાના ઘરમાં રહ્યો હતો છતાં પતિ આ વાતથી અજાણ રહ્યો હતો. હવે આડા સંબંધોનો આ કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે.

અમદાવાદમાં ૧૯૯૩ ના વર્ષે એક યુવક અને યુવતી લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્નને વર્ષો વીતી ગયા છે. દંપતીને હાલ એક ૨૭ વર્ષની દીકરી અને ૧૬ વર્ષનો દીકરો પણ છે. પરંતુ વર્ષ ૨૦૦૭ ની આજુબાજુ એક અન્ય પુરુષ પત્નીના સંપર્કમાં આવ્યો હતો. જેની ઓળખાણ પત્નીએ તેના પતિને તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. હવે આ યુવકની દંપતીના ઘરમાં અવરજવર ખુબ વધી ગઈ હતી. યુવક ઘરના બધા પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ તેની પત્નીને આ યુવક સાથેના સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહીને વાત ટાળી દેતી હતી.

તેમજ પતિ સાથે આ યુવક મામલે ઝઘડો પણ કર્યા કરતી હતી. આખરે પતિને આ સંબંધ વિશે શંકા જતા તેણે તેની પત્નીને છૂટાછેટા આપ્યા હતા. આમ, એક અન્ય યુવકને કારણે પતિ અને પત્નીનુ સુખી લગ્નજીવન ભાંગી પડ્યુ હતું. ખાસ જોવા જેવી વાત તો એ છે કે, મહિલાએ તેના પતિને પોતાના પ્રેમીની તાંત્રિક તરીકે પણ ઓળખ આપી હતી. પ્રેમી આ તકનો લાભ લઈ દંપતીના ઘરમાં ૯૦ દિવસ સુધી રોકાયો હતો. છતા પત્નીએ તેના પતિ સામે પોતાના સંબંધો વિશે મગનું નામ મરી પાડ્યુ ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *