સમાચાર

પબજી રમતા રમતા પાલનપુરની આ મહિલા બિહારી યુવકના પ્રેમમાં પડી અને પછી…

પ્રેમમાં પાગલ છોકરીએ પોતાના કાકાના ઘરે જ રહીને પ્રેમ પ્રકરણ રચ્યું તેના પ્રેમી સાથે ૭૦ હજારના સોનાના દાગીના લઈને ફરાર થવાની હતી માતા પિતાના મૃત્યુ બાદ તે છોકરીને તેના કાકા ના છોકરા એ સાચવી હતી.

તમે સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના પ્રેમમાં પડવાના કિસ્સાઓ ઘણા સાંભળ્યા હશે પરંતુ શું તમે ગેમ ગેમ રમતી વેળા એ પ્રેમ થયો એવું સાંભળ્યું છે? હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પાલનપુરની યુવતી પબજી ગેમ રમતી વખતે બિહારી યુવક ને પોતાનું દિલ દઈ બેઠી.

સુત્રો અનુસાર જાણવા મળે છે કે આ યુવતી પાલનપુર જિલ્લાના રાજપુર ગામની રહેવાસી છે પબજી ગેમ રમતા એક બિહારી યુવક ને પોતાનું દિલ દઈ બેઠી બંને જણા ઓનલાઇન ગેમ રમતા રમતા એકબીજાને પોતાનું દિલ દઈ બેઠા આ યુવતી પોતાના કાકા ના છોકરા ના ઘરે થી ૭૦ હજાર રૂપિયા ના ઘરેણા લઈને યુવક સાથે ફરાર થઈ ગઈ.

પોતાના કાકા ના છોકરા ના ઘરે જ રહીને મોટી થનારા આ યુવતી ઝેરોક્ષ કઢાવાના બહાને બહાર જઈને પોતાના પ્રેમી સાથે 70 હજાર રૂપિયાના દાગીના લઇને ભાગી ગઈ હતી આ કિસ્સા બાદ યુવતીના કાકાના છોકરાએ નજીકના પોલીસ સ્ટેશનમાં આ યુવતી અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી યુવતીના માતા પિતાના મૃત્યુ બાદ તેના કાકા ના છોકરા અને તેમની પત્ની એજ તેને સાચવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *