પુર આવવાની પૂરેપૂરી શક્યતા?? રાજ્યના એક પછી એક ડેમ છલોછલ છલકાવા લાગ્યા, લોકોના ઘરોમાં પાણી ઘૂસવાને કારણે તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું, તંત્ર ફુલ એલર્ટ મોડ માં…

હાલ અત્યારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ નથી છતાં પણ રાજ્યના તમામ ડેમ એક પછી એક ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેના કારણે અત્યારે ખેડૂત ભાઈઓમાં હાહાકાર મચી ગયો છે, દોસ્તો તમને જણાવી દઈએ તો ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે અત્યારે વરસાદના નવા નીર રાજ્યના ડેમમાં આવી રહ્યા છે અને તેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો વરસાદ થવાને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં અત્યારે ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે સરદાર સરોવર ડેમ ના ગઈકાલે 12:00 વાગે પાંચ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા, ડેમની રૂલ સપાટી જાળવી રાખવા માટે પાંચ દરવાજા એક મીટર સુધી ખોલી રાખવા પડ્યા હતા.

આ સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમના એક સાથે પાંચ દરવાજા એક મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ તો નર્મદા ડેમમાં તબક્કાવાર 10,000 થી લઈને એક લાખ પાણી ક્યુસેક છોડવામાં આવશે, અને તેના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવતા વડોદરાના ત્રણ તાલુકા સહિત ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અત્યારે સૂચિત કરીને એલર્ટ પણ કરી દીધા છે.

સરદાર સરોવર ડેમની સપાટીમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે તમને જણાવી દેવી હોય તો ડેમની રુલ સપાટી કરતાં બસ ફક્ત 5.17 મીટર જ હવે દૂર છે, જેના કારણે તંત્ર સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલવા ની ફરજ પડી હતી.

ગીર સોમનાથમાં ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલીઓમાં પણ વધારો થયો હતો, સોમનાથનો દરિયો ગાંડોતૂર બનતા ગઈકાલે ભારે પવન સાથે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો જેના કારણે માછીમારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. માછીમારોના જણાવ્યા અનુસાર લગભગ 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો હતો અને દરિયામાં આઠ ફૂટ થી ઉંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા હતા.

આ બધું સુરતની વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાને કારણે તાપી નદીએ પણ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને તાપી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી જેના કારણે ઉકાઈ ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

જેના કારણે અડાજણની રેવાનગર ઝૂંપડીમાં પાણી ઘૂસી જતા 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેના કારણે આસપાસના વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દેવી તો દોસ્તો વહીવટી તંત્ર અત્યારે સમગ્ર રાજ્યમાં ફુલ એક્ટિવ થઈ રહ્યું છે રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો નથી પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અત્યારે એક પછી એક ડેમ છલોછલ છલકાવા લાગ્યા છે અને તેના કારણે ચિંતામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *