આ જગ્યાએ પૂર આવવાની પૂરે પૂરી સંભાવના, 34 ગામોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું, 2 ડેમ તો પહેલેથી જ છલકાઈ રહ્યા છે…

આ વર્ષે સમગ્ર રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સારું રહ્યું હોય તેવું કહી શકાય આ સિઝનમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદમાં ખૂબ જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ગયા વર્ષ કરતાં વરસાદ ખૂબ જ સારો એવો પડ્યો છે. ગત વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે બે ગણો વધારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં આ સીઝનનો 67.84% વરસાદ વરસી ચુક્યો છે જેમ 20021 જુલાઈની સરખામણીએ ડબલ વરસાદ છે.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે જે પૈકી સૌથી વધુ મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વરસાદ નોંધાયો છે આ સિવાય ધનસુરા બાયડ અરવલ્લી જેવા તાલુકાઓમાં વરસાદ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે તમને જણાવી દઈએ તો ગાંધીનગરના દહેગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાપકી ચૂક્યો છે.

આ સિવાય દાતા તાલુકામાં ત્રણ ઇંચ પાલનપુર વિસ્તારમાં એક ઇંચ અને આણંદના પેટલાદમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 41 તાલુકાઓ એવા છે જેમાં એક ઇંચ થી લઈને બે ઇંચ વરસાદ નોંધાયો હોય ઉપરાંત આઠ તાલુકાઓ એવા છે જ્યાં બે ઇંચ થી લઈને ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોય.

ભરૂચ નર્મદા જિલ્લામાં હાલ અત્યારે પૂરની સંભાવના વધી રહી છે મધ્યપ્રદેશમાં સતત ભારે થી અતિ ભારે વરસાદ પડવાને કારણે ડેમના તમામ દરવાજાઓ અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે અને તેના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ તો હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી નથી પરંતુ ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લા અને ભરૂચમાં પાંચ ડેમ હાયલાઇટ ઉપર રાખેલા જેમાંથી ત્રણ ડેમ છલકાઈ રહ્યા છે જ્યારે બે ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં ઊભા છે.

અને આના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં અત્યારે પૂર જેવી સ્થિતિની પણ સંભાવના વધી રહી છે તમને જણાવી દઈએ તો પિંગુટ ઓવર લો થઈ ચૂક્યો છે જ્યારે બલદેવા અનો ઘોલિ કોઈપણ સમયે છલકાઈ શકે તેવી સ્થિતિ ઉપર આવી ગયા છે. મધુવનતી નદી ઉપર આવેલો ડેમ હાલ 478 નદીમાં ઠલવાઈ રહ્યો છે. જેને લઈને હાલ અત્યારે 10 ગામ એલાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *