સમાચાર

રાજ્યમાં આ જગ્યાએ તૂટી પડ્યો વરસાદ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં મેઘરાજાએ કહેર મચાવી…

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે સુરતની વાત કરીએ તો સુરતમાં સતત ચાર દિવસથી સવારના પોરમાં મેઘરાજા ધૂમ મચાવી રહ્યા છે જ્યારે રંગીલા રાજકોટમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો જેમાં રીંગરોડ રામાપીર ચોકડી ચિતલ પાર્ક મોરબી સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદે પુકા બોલાવ્યા હતા અને રસ્તાઓ પાણી પાણી કરી નાખ્યા હતા. રાજકોટમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ૫ વાગ્યા પછી વરસાદ અચાનક જ તૂટી પડયો હતો.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો જેમાં જૂનાગઢમાં વિસાવદરમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ સુરતના કામરેજ માં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ બાજુ નવસારી અને રાજપુર તાલુકા ની વાત કરીએ તો ત્યાં સવારથી વરસાદ પડતા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય 11 તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

અન્ય ૧૧ તાલુકાની વાત કરે છે ચા એક થી દોઢ ઈંચ વરસાદ પડ્યો તેમાં ગીર સોમનાથ ભાવનગર અમરેલી મોરબી રાજકોટ દ્વારકા વલસાડ નવસારી સુરત ડાંગ વગેરે વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડયો હતો જ્યારે ગાંધીનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ખેડા નડિયાદ વડોદરા પાટણ જવા અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

વધુ વરસાદની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ વરસાદ આઠ ઈંચ જેટલો પડ્યો હતો અને આગળ રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી જોવા મળી રહી છે ક્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.