હવામાન વિભાગે જણાવ્યું આગામી 48 કલાક રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારના લોકો સાવધાન!! Gujarat Trend Team, June 14, 2022 ગુજરાતમાં હવે સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા ૨૪ કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડશે તેમજ વાવાઝોડું પણ જોવા મળશે. છેલ્લા બે મહિનાથી લોકો વરસાદની રાહ જોતા હતા તેમજ ખેડૂતો પણ પોતે પણ ક્યારે વાવણીલાયક વરસાદ થશે તેની રાહ જોઇને બેઠા હતા. આખરે તે આતુરતાનો હવે અંત આવ્યો ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયુ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે આગામી બે દિવસમાં ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. ઉપરાંત હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન વાવાઝોડું પણ જોવા મળશે. સાથે જ લોકોને ગરમીમાંથી પણ રાહત મળશે. 17મીથી ફરી વરસાદ શરૂ થશે. આ સિવાય રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે આગામી 48 કલાક સુધી ચોમાસું ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો? ગુજરાતમાં પ્રિ-મોન્સુન, મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મહીસાગરના સંતરામપુરમાં સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 76 મીમી વરસાદ નોંધાયો હતો. નોંધપાત્ર વરસાદ ધરાવતા તાલુકા મહીસાગરના સંતરામપુરમાં સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 76 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ તાલુકામાં 43 મી.મી. જૂનાગઢ શહેરમાં 43 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદ પડી રહ્યો છે. અમરેલીના વડીયામાં 34 મી.મી. વરસાદ પડી રહ્યો છે. દાહોદમાં 34 મીમી, ઝાલોદમાં 32 મીમી, નવસારીના ખેરગામમાં 27 મીમી, સાબરકાંઠાના તલોદમાં 27 મીમી, પંચમહાલના મોરવા હડફમાં 27 મીમી, મહિસાગરના કડાણામાં 26 મીમી, બનાસકાંઠાના પાલનપુરમાં 25 મીમી વરસાદ નોંધાયો છે. 91 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.94 મીમી. વરસાદ જોવા મળ્યો છે. 26 જિલ્લાના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 76 મીમી વરસાદ સંતરામપુરમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સમાચાર