રાજકોટમાં અલ્પા પેટલના લોકગીતોની રમઝટમાં પૈસાનો વરસાદ થયો, થોડીવારમાં જ ઉડ્યા લાખો રૂપિયા
સૌરાષ્ટ્રની ધરા એટલે સંત, સુરા અને શૂરવીરની ધરતી ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રની ધરતી દાતારીની ધરતી માનવામાં આવતી હોય છે. ગૌસેવાની જ્યારે જ્યારે અલખ જાગી છે ત્યારે સૌરાષ્ટ્ર ગૌસેવાના દાનમાં બધા કરતાં આગળ હોય છે આ વાત આપણે ઘણીવાર સાંભળી હશે. ગઈ કાલની રતે એટલે કે રામનવમીના રોજ રાજકોટના શાપર નજીક વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાતે આઠ વાગ્યે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેની અંદર લોકગાયક અલ્પા પટેલે લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કરી દીધો હતો.થોડી જ વારમાં લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. ભેગા થયેલા રૂપિયા ગાયો પાછળ વાપરવામાં આવવાના છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર લોકડાયરાનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
લોકડાયરાની અંદર લોકો મન મૂકીને પૈસા વાપરયા હતા. અલ્પા પટેલ પોતાના સ્વરે એવા તે સૂર રેલાવ્યા કે એમના પર લોકોએ 500ની નોટોનો વરસાદ કરી દીધો હતો. 500 રૂપિયાની નોટો ઉડતા જ થોડીવારમાં લાખો રૂપિયા ગૌદાન માટે ભેગા થઈ ગયા હતા.આ ડાયરામાં અલ્પા પટેલની સાથે એમના પતિ ઉદયભાઇ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
View this post on Instagram
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અલગ જ મહત્વ જોવા મળતું હોય છે. અત્યારે તો ભાગવત સપ્તાહનું બધી જગ્યાએ આયોજન કરવામાં આવી રહ્યું છે. પછી રાત્રે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું ખુબ જ સુંદર અયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર લોકો કલાકારો પર ખુબ જ વધારે પ્રમાણમાં પૈસાનો વરસાદ કર્યો હતો.