રાજકોટમાં ધો.10ની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, ભણતરના ભારથી મોતને વહાલું કર્યું
રાજકોટ શહેરમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોરોના ગયા પછી અભ્યાસને પહોંચેલી અસરને કારણે નબળા મન ધરાવતા વિદ્યાર્થીઓ પરીક્ષાનું પ્રેશર સહન કરી નથી શક્તા અને મોતને વહાલુ જોવા મળ્યું છે. જ્યાં શહેરના માંડાડુંગરમાં રહેતી ધોરણ ૧૦ની એક વિદ્યાર્થિનીએ પરિણામના ભયથી આજે સવારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ અંગે આજીડેમ પોલીસે સગીરાના મૃતદેહને નીચે ઉતારી અને પી.એમ અર્થે સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મળેલ માહિતી પ્રમાણે માંડાડુંગર પાસે ૐ તિરુમાલા સોસાયટીમાં શેરી નંબર ૦૧માં રહેતી ધો. ૧૦ની વિદ્યાર્થિનીએ આજે સવારે ઘરમાં પરિવારજનો સાથે નાસ્તો કર્યા પછી પરીક્ષાના રિઝલ્ટની ચિંતામાં ઘરમાં પ્રથમ માળે પોતાના રૂમમાં જઈ અને પંખાના હુકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મોડે સુધી પુત્રી નીચે નહિ આવતા તેની માતા ઉપર જોવા જતાં પુત્રીનો મૃતદેહ લટકતો દેખાયો હતો. બેભાન હાલતમાં પુત્રીને નીચે ઉતારી અને પરિવારે ૧૦૮ને જાણ કરી દીધી હતી. જ્યાં ૧૦૮ના તબીબે સગીરાને મૃત જાહેર કરીને આજીડેમ પોલીસ સ્ટેશનને જાણ કરી દીધી હતી.
આજીડેમ પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પી.એમ અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે મૃતક ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તાજેતરમાં બોર્ડની પરીક્ષા આપેલી હતી. પરિણામની ચિંતામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગુમસુમ જોવા મળી હતી. તેણી ત્રણ બહેન અને એક ભાઈમાં મોટી હતી. જ્યારે તેના પિતા ઢોસાની રેકડી ચલાવી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૧૯ દિવસ પહેલા પણ આજે ચોટીલાના ખેરાણા ગામે ધો.૧૨ માં અભ્યાસ કરતી એક છાત્રાએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી અને પોતાનું આયુષ્ય પતાવ્યું હતું. જયારે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી નાખ્યું હતું. ત્યાર બાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે ૧:૩૦ વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.