રાજકોટના 65 વર્ષીય વૃદ્ધ જમવા બેઠા તો અન્નનળીમાં ફસાઈ ગયો બાદીયો, શ્વાસ લેવામાં તકલીફ પડી, ડોકટરે ઓપરેશન વગર જ બાદીયો કાઢીને…

રાજકોટના વાંકાનેરમાં એક ૬૫ વર્ષીય વૃદ્ધ જમવા બેઠા તો અન્નનળીમાં બાદીયો ફસાઈ ગયો હોવાની ખબર પડતા જ તેઓ તરત જ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં તબીબે દર્દીના ગળામાં દૂરબીન વડે બાદીયો શોધી અને બહાર કાઢી વૃદ્ધને દર્દમુક્ત કરી દીધા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ જટિલ સર્જરી કોઇપણ જાતના વાઢકાપ વગર જ અન્નનળીના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા બાદીયાને બહાર કાઢી નાખ્યો હતો.

આ અંગે તબીબ ડો. હિમાંશુ ઠક્કરે એવું જણાવ્યું હતું કે, મારી પાસે મૂળ વાંકાનેરના વતની રતિભાઈ કુમખાનિયનો એક કેસ આવ્યો હતો. જેમને જમતા જમતા તેમના ગળામાં કંઇક ફસાઈ ગયું હોય એવો અહેસાસ થયો હતો અને બાદમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો હતો અને ગળાથી નીચે પાણી પણ ઉતરતું બંધ થઈ ગયું હતું. તાત્કાલિક ધોરણે તેમની સારવાર ચાલુ કરી અને રાત્રે જ ઓપરેશનને હાથ ધર્યું હતું અને દૂરબીન વડે અન્નનળીની તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું કે અન્નનળીમાં એકદમ વચ્ચે જ કંઇક ફસાઈ ગયું છે.

જે દૂરબીન વડે સ્પેશિયલ ફોર્પ્સ વડે કાઢી આપતા જાણવા મળ્યું હતું કે તે એક ખૂબ જ અણીદાર બાદિયો છે. જે જમવામાં આવી જતા દર્દીને દાંતના હોવાથી ગળે ઉતરી જતા અન્નનળીમાં જઈ અને ફસાઈ ગયો હતો. તબીબે વધુમાં એવું જણાવ્યું હતું કે,આ કેસની વિકટ સ્થિતિ તો એ હતી કે દર્દી ની ઉંમર ૬૫ વર્ષની છે. તેમના ફેફસા નબળા પડી ગયા હતા અન્નનળીમાં શું ફસાઈ ગયું છે તેની પણ કંઈ ખબર ન હતી અને ખાસ તો દર્દી ની અન્નનળી પણ સાંકડી હતી જેથી વારંવાર કંઈ ને કંઇક વસ્તુ અન્નનળીમાં ફસાઈ જતી હતી.

જેને મેડિકલ ભાષામાં અન્નનળીનું સ્ટ્રીંક્ચર કહેવાતું હોય છે. આ ઓપરેશન એટલે જોખમી કહેવાય કે ક્યારેક જો અન્નનળીમાં દૂરબીન વડે ફસાયેલ વસ્તુ કાઢતી વખતે કોઈ પણ પ્રકારની ઇજા થાય તો અન્નનળી ફાટી જાય તો તે જીવલેણ નીવડી શકે છે, તેથી મેં કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર જ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ જઇને દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલ બાદિયાને દૂરબીન વડે ગણતરીના મિનિટોમાં જ બહાર કાઢી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.