પોલીસમાં ભરતી થાય તે પહેલા જ યુવાનનું ગમ્ખવાર અકસ્માતમાં મોત, બે દિવસ પહેલા જ પરીક્ષા આપી હતી

દરરોજ અકસ્માત થવાના સમાચાર સામે આવતા રહે છે. આજે પણ આવા જ એક સમાચાર રાજકોટ થી બહાર આવ્યા છે. જ્યાં એક બોલેરો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. રાજકોટ શહેરના ખોખડદળ નદીના પુલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બોલેરો કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ એક આહીર રહેવાનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર પાર્થ અને જયરાજ નામના બે યુવાનો ભાગવત સપ્તાહ અંતર્ગત યોજાયેલા લોક ડાયરા ને સાંભળવા ગયા હતા. ડાયરો સાંભળ્યા બાદ બંને યુવાનો ઘરે પરત ફરી રહ્યા હતા. જો કે બંને યુવાનો જ્યારે ખોખડદળ નદીના પુલ પાસેથી પસાર થયા ત્યારે સામેથી આવતી બોલેરો કારએ બંનેને અડફેટમાં લીધા હતા.

જ્યાં બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તાત્કાલિક અસરથી બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાર્થ આહીર નામના યુવાનનું સારવાર પૂર્વે જ મૃત્યુ થયું હતું. જ્યારે જયરાજ ને હાથ અને પગમાં ફેક્ચર હોવાનું નિદાન થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પાર્થ આહીર પોલીસ બનવા માંગતો હતો. તેણે બારમા સુધીનો અભ્યાસ કર્યો હતો અને તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.

આ ઘટના બાદ માતા-પિતા પર દુઃખના પહાડ તૂટી પડ્યા હતા. બે દિવસ પહેલાં જ એલ આર ડી ની લેખિત પરીક્ષા યોજાઇ હતી જેમાં પાર્થે પણ આ પરીક્ષા આપી હતી. તે પોલીસ બનવા માંગતો હતો જોકે પરીક્ષાનું પરિણામ આગામી દિવસોમાં આવશે પરંતુ તે પહેલાં જ આ યુવાનનું મોત નીપજયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પાર્થ આહીર જડેશ્વર સોસાયટીમાં પોતાના માતા-પિતા સાથે રહે છે.

તે તેના માતા-પિતાનો એકનો એક દીકરો છે અને પોલીસમાં ભરતી થવા માંગતો હતો. જેના પરિણામ રૂપે તેણે બે દિવસ પહેલાં લેવાયેલી LRD ની પરીક્ષા પણ આપી હતી. પરંતુ તે પોલીસની ભરતીમાં પાસ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પાર્થના માતા-પિતા પર દુઃખનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે પાર્થ આહીર તેમનો એકનો એક દીકરો હતો. પોલીસે જરૂરી પંચનામા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.