સમાચાર

રાજકોટમાં છવાઇ જશે અંધારુ અંધારપટ માટે ક્યારથી રહેવું પડશે તૈયાર?

એક સમયે હતો જ્યારે રાજકોટને અંધારપટની આદત હતી. તે અંધારપટની આદત હવે રહી નથી પણ હાલમાં સંજોગો જ કંઇક એવા સર્જાયા છે કે રાજકોટવાસીઓએ અંધારપટ માટે તૈયાર રહેવું પડશે….કેમકે રાજકોટમાં વીજળી જતી રહેવાની છે..સાંભળીને ચોંકી જવાય તેવી વાત છે પણ આ વાત હકિકત છે. કેમકે આ સમાચાર સાંભળીને રાજકોટવાસીઓ નિરાશ થવાના છે.

પરંતુ આ સમાચાર જ એટલા મોટા છે કે દરેક રાજકોટવાસીઓએ આ સમાચારથી વાકેફ થવું જરૂરી છે. રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી પુરી પાડવામાં આવે છે…આ પીજીવીસીએલ ઉત્તરાયણ બાદ હવે એટલે કે 17 જાન્યુઆરીથી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ મૂકશે.. જીહા, 17મી તારીખથી પીજીવીસીએસ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક પછી એક તબક્કાવાર વીજકાપ મુકશે..જેથી પ્રતિદિન અંદાજે 5000થી વધુ ઘરોમાં અંધારપટ છવાઇ જશે.

11 કે.વી.ની વીજલાઈનમાં સમારકામ કરવાનું હોવાનું એક મોટું કારણ આ વીજ કાપ માટે જવાબદાર છે..કેમકે 17થી 31 જાન્યુઆરી સુધી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર ફીડરો સવારે 7થી બપોરે 12 કલાક સુધી બંધ કરી દેવાશે. 17મી તારીખ એટલે કે સોમવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને માર્કેટિંગ યાર્ડ ફીડર અંતર્ગત આવતા વિસ્તારો જેવા કે, ભગવતી સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, રાજારામ સોસાયટી, ટ્રાન્સપોર્ટનગર, અને માર્કેટિંગ યાર્ડ આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે. 18મી તારીખે 80 ફૂટ રોડ અને ઉદ્યોગનગર ફીડર હેઠળના વિસ્તારો સોરઠીયાવાડી સર્કલ, અલંગ ચોક, ગોવિંદપરા, 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

જ્યારે 19મી તારીખે વનરાજ, યોગેશ્વર અને ઢેબર રોડ ફીડર હેઠળના વિસ્તારો ઘનશ્યામ ઇન્ડસ્ટ્રી એરિયા, અટિકા ઇન્ડસ્ટ્રી, આરતી સોસાયટી, સહકાર સોસાયટી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં વીજ કાપ લદાશે. 20મી તારીખે ભક્તિનગર અને જિલ્લા ગાર્ડન ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7થી 12 સુધી વીજપુરવઠો બંધ રહેશે. 21મી તારીખે લાતી પ્લોટ ફીડરના સંતકબીર સોસાયટી, રાજારામ સોસાયટી, ગોકુલનગર, માર્કેટિંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર્સ સહિતના વિસ્તારોમાં વીજપાવર બંધ રહેશે. 23મી તારીખે આશ્રમ ફીડર હેઠળના ગોવિંદબાગ, રણછોડનગર, અલકા પાર્ક, અંબિકા પાર્ક, શિવશક્તિ પાર્ક સહિતના વિસ્તારોમાં વીજકાપ મુકાશે.

24મી તારીખે શ્રીહરિ અને ખાદીભવન ફીડરના ગુજરી બજાર, રામનાથપરા, હાથીખાના અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાશે. 25મી તારીખે તિરુપતિ અને કેદારનાથ ફીડર હેઠળના વિસ્તારો, 27મી તારીખે ભગવતીપરા ફીડર હેઠળના વિસ્તારો, 28મીએ સપના અને નવદુર્ગા ફીડર હેઠળના એરિયા, 29મી તારીખે જંગલેશ્વર ફીડરના વિસ્તારો અને 31મીએ વાણિયાવાડી અને ગોપાલનગર ફીડર હેઠળના વિસ્તારોમાં 5 કલાકનો વીજકાપ લાદવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *