Skip to content
ગુજરાત ટ્રેન્ડ
ગુજરાત ટ્રેન્ડ
  • home
  • સમાચાર
  • લેખ
  • જાણવા જેવુ
  • ધાર્મિક
  • બોલિવૂડ
  • રાશિ ભવિષ્ય
  • હેલ્થ
  • લાઈફ સ્ટાઈલ
  • રસોઈ
ગુજરાત ટ્રેન્ડ

હજી તો હાથમાં મહેંદીનો કલર પણ ન હતો ગયો તે પહેલા જ પતિ-પત્નીએ ટ્રેનના પાટા ઉપર જીવન પડતું મૂક્યું, પરિવાર ને હજી ખબર જ નથી કે કયા કારણથી આપઘાત કર્યો…

Gujarat Trend Team, July 26, 2022

સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે… ક્યારેક લોકો પોતાની માનસિક સ્થિતિને કારણે, પારિવારિક ઝગડા ને કારણે તો ક્યારેક પૈસા ટકે ના વાંધો ને કારણે તો ક્યારેક પ્રેમ સંબંધમાં વ્યક્તિ જીવન ટુંકાવી દેતો હોય છે. આવો જ એક કિસ્સો હાલ અત્યારે રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યો છે તો ચાલો જાણીએ શું છે આખી સમગ્ર ઘટના જ્યાં એકદમ પતિએ સજોડે આપઘાત કરવાનો વારો આવ્યો.

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં બંને પતિ પત્ની સજોડે આપઘાત કરવાની ઘટના અત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર બની છે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘરના સ્થળે તરત જ પહોંચી ગયો હતો અને પોલીસ કર્મચારીઓએ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંને લાશોને પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

બંને પતિ પત્નીની લાશ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ ખસેડવામાં આવી ત્યારે પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઊંચી પડ્યા હતા. પરિવારના લોકોને પાસેથી જાણવા મળ્યું છે કે બંનેના હજી દોઢ મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. અને આ બંને પતિ પત્નીઓએ કયા કારણથી આપઘાત કર્યો છે અને આવડું મોટું પગલું ભર્યું છે હજી પણ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના રેલનગર વિસ્તારમાં સંતોષીનગરના ફાટક પાસે સવારના પોરમાં બે વ્યક્તિઓ જે રેલની નીચે આવીને કચડાઈ ગયા હોવાનું પોલીસને જાણ થઈ હતી અને પોલીસનો આખો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને કાયદેસરની કાર્યવાહી તરતો તરત જ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું છે કે આ બંને દંપતિઓએ વહેલી સવારે ચાર વાગ્યે નિયમિત ક્રમ મુજબ દંપતિએ પાણી ભર્યું હતું ત્યારબાદ પાંચ વાગે આસપાસ પોતાના ઘરની સામે આવેલા પાટા ઉપર જઈને બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. દંપતીના મૃતક પતિ નું નામ કરણ હોવાનું સામે આવ્યું છે અને પત્નીનું નામ સ્નેહા છે અને પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે કે હજી થોડા મહિના પહેલા જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બાદમાં પરિવારના લોકોએ રાજી ખુશીથી બંનેના લગ્ન પણ કરાવી આપ્યા હતા.

મહિલા દરજી સમાજની હતી અને જ્યારે યુવક કોળી સમાજનો હતો. જાણવા મળતી માહિતી મુજબ યુવક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો દંપતીએ કયા કારણોસર ટ્રેનના પાટા ઉપર પડતું મૂક્યું તે હજી પણ કારણ અકબંધ છે અને પરિવાર પણ આ વિશે કશું પણ જાણતો નથી કે દંપતિ એ કયા કારણથી જીવન ટૂંકાવ્યું.

સમાચાર

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • મોનાલિસા બ્લેક ડ્રેસ પહેરીને મચાવી તબાહી, એકલામાં જ જોજો આ બેડરૂમની તસ્વીરો…
  • સંજય દતે નશામાં તેની બહેન સાથે એવી હરકત કરી હતી કે બધા જ દોડીયા હતા હોસ્પિટલ…
  • 369 કારનો માલિક છે ભારતનો આ સુપર સ્ટાર… 1 કારનો વારો તો વર્ષે એક વાર જ આવે છે…
  • આ અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીની ખોલી પોંલ કહ્યું સેટ પર આપતા હતા માન અને રાત્રે બોલાવતા હતા ઘરે…

Categories

  • જાણવા જેવુ
  • બોલિવૂડ
  • રસોઈ
  • લાઈફ સ્ટાઈલ
  • લેખ
  • સમાચાર
  • હેલ્થ
©2023 ગુજરાત ટ્રેન્ડ | WordPress Theme by SuperbThemes