રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીની તેના ઘરમાંથી ગળે ફાસો ખાઇ ગયેલી હતી હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં ખસેડી હતી.
યુવતીની સુસાઇડ નોટ મળી આવી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. મૃતક દિપાલીના પિતા રાજુભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતો સુનિલ કુકડીયા મારી પુત્રીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને મારી પુત્રીએ છેલ્લું પગલું ભર્યું છે. વિસ્તારના લોકો એક થઈને પોલીસ કમિશનર સમક્ષ ન્યાય માટે અરજી કરવા જઈ રહ્યા છે. મૃતકના પિતાએ તેમના પુત્ર-પુત્રીઓને અપીલ કરી છે કે તેઓ આવું પગલું ભરતા પહેલા તેમના માતા-પિતા સાથે ખુલીને વાત કરે.
નોંધનીય છે કે દિપાલી પરમારે આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા સુનિલ કુકડીયાએ પાટણવાવની યુવતી સાથે લગ્ન કર્યા હતા. હાલ પોલીસથી બચવા માટે સુનિલ કુકડીયા તેની દુલ્હન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત, અફવાઓ અનુસાર, મૃતક દીપાલી અને સુનીલ વચ્ચે એક સમયનો પ્રેમ સંબંધ હોઈ શકે છે. જેના પરથી જાણવા મળે છે કે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.