રાજકોટમાં મહિલાને શ્વાસ ચડ્યો તો લઇ લીધી ઊંઘની અડધી ટીકડી અને બાકી વધેલી અડધી ગોળી બીજી મિત્રે લીધી અને બાદમાં બન્ને… Gujarat Trend Team, April 23, 2022 રાજકોટ શહેરમાં રેસકોર્ષ બગીચામાં આજે સવારે ૫ કોલેજીયન છાત્રા બેસવા માટે આવી હતી. એ વખતે એક યુવતીને શ્વાસની તકલીફ હોવાને લીધે ગભરામણ જેવું થતાં પોતાના પર્સમાંથી ઉંઘની અડધી ટીકડી કાઢી અને પીધી હતી. તેને જોઇને તેની ખાસ બહેનપણી પણ વધેલી અડધી ટીકડી પી ગઇ હતી. જેને પગલે બન્નેની હાલત ગંભીર થઈ જતા બીજી બહેનપણીઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધી હતી. આ બનાવની જાણ થતાં જ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો. બંનેમાંથી માંથી કોઇએ ફિનાઇલ નથી પીધી હોસ્પિટલમાં પ્રાથમિક પુછપરછમાં ફિનાઇલ પીધાની વાત કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીની ટીમ પ્રધ્યુમનનગર પોલીસને જાણ કરી દીધી હતી. આ બનાવ બાદ જયારે પ્રધ્યુમનનગર પોલીસનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો ગયો ત્યારે યુવતીઓએ સત્ય કહ્યું હતું કે, બેમાંથી કોઇએ ફિનાઇલ નથી પીધી. પોતાને અગાઉ કોરોના થઈ ગયો હોવાથી શ્વાસની તકલીફ થઇ ગઈ હતી. આ બનાવ અંગેની જાણવા મળતી જાણકારી પ્રમાણે અનુક્રમે ૧૮ અને ૧૯ વર્ષની બન્ને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરે છે અને બન્ને બહેનપણી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યાં ૧૯ વર્ષીય યુવતીએ એવું જણાવ્યું હતું કે, આજે બગીચામાં અમે બહેનપણીઓ સાથે બેઠી હતી ત્યારે પોતાને શ્વાસ ચડતાં જ પોતાની પાસેની ઉંઘની ગોળી અડધી પી લીધી હતી. એ જોઇ અને તેની ખાસ બહેનપણી ગભરાઇ ગઇ હતી. તો પછી એણે પણ અડધી વધેલી ગોળી પી લીધી હતી. એ પછી સાથેની બહેનપણીઓએ ગભરાઇ જઇ અમને હોસ્પિટલમાં ખસેડી દીધી હતી. ૧૯ વર્ષીય યુવતી ડોક્ટરને ત્યાં નોકરી કરવા માટે જતી હોઇ તેથી તેની પાસે ઉંઘની ગોળી રાખતી હતી. આમ બે બહેનપણીની ગભરામણને કારણે પોલીસ અને તેના પરિવારજનો એમ બધાને દોડધામ મચી ગઈ હતી. પોલીસે બંનેના વાલીને બોલાવી અને નિવેદન નોંધવા માટે તજવીજ કરી હતી. સમાચાર