રાજકોટમાં સર્વિસ રોડ પર સૂતેલા લોકો મોતથી થોડાક દોર રહી ગયા, અકસ્માતના લાઇવ સીસીટીવી જુઓ

રાજકોટ શહેરમાં વધુ એક વખત બીઆરટીએસ રૂટની રેલિંગ સાથે ખુબ જ સ્પીડમાં આવતી એક કાર અથડાઈ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રોડ પર રાત્રીના બે વાગ્યા આકુ બાજુ વ્હાઈટ કલરની એક સ્વીફ્ટ કાર ખુબ જ ઝડપે બીઆરટીએસ રૂટ ની રેલિંગ સાથે અથડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં પણ કેદ થઇ ગઇ છે. ઘટનાના બધા સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જવા મળે છે કે રોડની ડાબી બાજુ કેટલાક લોકો ફૂટપાથ પર સૂતેલા છે.

આ દરમિયાન ધડાકાભેર કાર અથડાવાના કારણે રસ્તા પર સૂતેલા બધા લોકો પણ જાગી જાય છે જે ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જાણવા મળેલી માહિતી અનુસાર કારચાલક જે હતો તે નશાની હાલતમાં હતો. જેના કારણે કારચાલકે સ્ટિયરિંગ પરથી પોતાનું કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે.

આ સમગ્ર મામલે ત્યાના સ્થાનિક પોલીસ દ્વારા સ્વીફ્ટ કાર ચાલકની વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું ખુબ જ મહત્ત્વનું બની રહેશે. એ ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૧માં જાણીતા એવા ઉદ્યોગપતિ અને સાયકલ ચલાવવાના શોખીન વિજય ભાઈ સોરઠીયા વહેલી સવારે જ્યારે સાઇકલ ચલાવી રહ્યા હતા. આ સમયે એક કાર ચાલકે તેમને હડફેટે લઈ લીધા હતા.

આ કારણે વિજય ભાઈ સોરઠીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બનતા જ કારચાલક ઘટનાસ્થળ પર કાર મૂકીને જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે કાર ચાલક પાસે ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કાર હોવાનું સામે આવ્યું હતું. આમ, ઘણીવાર ઝડપની મજા ઘણા વ્યક્તિઓ માટે મોતની સજા બનતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાહન ચલાવનારા વાહનચાલકો નિર્ધારિત ગતિ અને મર્યાદામાં વાહન ચલાવે તે ખૂબ જ મહત્વનું છે.

Leave a Reply

Your email address will not be published.