સતત ચોથા દિવસે રાજકોટમાં વરસાદ, ફક્ત અડધી કલાકમાં જ પડ્યો આટલા ઇંચ વરસાદ, બીજા આ જગ્યાએ પડ્યો વરસાદ

રાજ્યમાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે જ્યારે રંગીલા રાજકોટ ની વાત કરીએ તો સતત ચોથા દિવસે વરસાદ જામ્યો હતો. બપોરે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને બાદમાં વરસાદે ભુકા કાઢયા.

રાજકોટમાં કેનાલ રોડ મહિલા કોલેજ કિશાન પરા ચોક ગોંડલ રોડ અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છુટો પડ્યો હતો. રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.

પડધરી તાલુકા નામ ઘણા ગામોમાં વાવણી કરી શકાય તેવો વરસાદ પડ્યો છે અને આ જોઈને ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સતત ત્રણ દિવસથી પડી રહ્યો છે જેથી ઉકળાટમાં પણ લોકોને રાહત મળી છે. જ્યારે ગોંડલમાં ધીમીધારે વરસાદી ઝાપટુ ચાલુ રહ્યું હતું જેથી ત્યાં ખેડૂતો પણ રાજીના રેડ છે.

તમને જણાવી દઈએ કે અડધી કલાકમાં જ એક ઇંઆગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારો નો સમાવેશ થાય છે. આગામી પાંચ દિવસ રાજ્ય માટે મધ્યમ તે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરીશું જ્યારે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ દરમિયાન 102 થી 104 ટકા સુધીનો વરસાદ પડી શકે તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ વરસાદથી ખેડૂતોને કેટલો લાભ થાય છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *