રાજકોટના સરધાર લોકડાયરામાં પૂર્વ મંત્રી રાદડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પર રૂપિયાનો ધોધ વરસાવ્યો

ભૂપત બોધર અને જયેશ રાદડિયાએ પણ લોકડાયરામાં પૈસાનો વરસાદ કર્યો હતો.અગાઉ પણ જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં લોક ડાયરો હતો અને એક રૂપિયો પણ વરસી ન શકે તેવું કયારેય બને ખરું?? સરધાર ના લેઉઆ પટેલ સમાજની વાડીમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર પણ આ લોકડાયરામાં હાજર હતા જ્યાં તેમના પર લોકો એ પૈસાનો વરસાદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના જેપુર ગામે લેઉઆ પટેલ દ્વારા 18 એપ્રિલના રોજ લેઉઆ પટેલ સમાજ ભવનના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર પણ આ લોકડાયરામાં હાજર હતા જ્યાં તેમના પર પૈસાનો વરસાદ થયો હતો.

સામાન્ય રીતે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર જિલ્લામાં લોકડાયરાનું ખૂબ જ મહત્વ છે.લોકડાયરામાં લોક સાહિત્ય તેમજ જુના ભજન ગાવામાં આવે છે તેમજ સાહિત્ય અંગેની રમઝટ બોલાવામા આવે છે. જે સાંભળી ને લોકો હોંશે હોંશે કલાકાર પર પૈસાનો વરસાદ કરે છે.

સરધાર ખાતે પણ લોકડાયરામાં કલાકાર યોગીતાબેન પટેલ અને ઘનશ્યામ લાખાણી અને લાલુ માલવિયાના કાર્યક્રમમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું મહત્વ સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું મહત્વ ખુબ જ છે હાલમાં લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો કલાકારો પર પૈસાનો વરસાદ કરતા જોવા મળે છે

Leave a Reply

Your email address will not be published.