સમાચાર

61 વર્ષીય બ્રેઇનડેડ વૃધ્ધની કિડની થી 21 વર્ષના યુવકને મળ્યું નવુંજીવન

અમુક કિસ્સા સાંભળતા હજી પણ એમ થાય કે માનવતા હજી પણ ક્યાંક રહેલી છે. તો આવો જોઈએ આવું જ એક માનવતાનું ઉદાહરણ. રાજકોટમાં ફરી એક વખત માનવતા મહેકી ઉઠી છે. રાજકોટના એક ૬૧ વર્ષીય બ્રેઇનડેડ વૃધ્ધની કિડની થી એક ૨૧ વર્ષના યુવાનને જીવનદાન મળી ગયું છે. માત્ર એટલું જ નહિં રાજકોટમાં એક જ સાથે શરીરના લગભગ બધા જ અંગોનું દાન થયું હોય તેવો આ પહેલો જ કિસ્સો જોવા મળ્યો છે.

શહેરના જાણીતા એવા નેકોલોજિસ્ટ દિવ્યેશ વિરોજાએ એવું જણાવ્યું હતું કે, રાજકોટનાં રૂગનાથ સંતોકી નામનાં એક વૃદ્ધને ૨૯ ડિસેમ્બરના રોજ બ્રેઈનસ્ટ્રોક આવતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. તબીબોએ મૃતક રૂગનાથભાઇના પરિવારજનોને અંગદાન વિશે બધી સમજણ આપતા તેમના પરીવારે તમામ અંગનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

મૃતદેહને બી.ટી.સવાણી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમના જરૂરી રિપોર્ટ કરાયા બાદ તેમની કિડની, લિવર, આંખો તેમજ સ્કીનનું દાન કરી દેવામાં આવ્યું હતું. મૃતક રૂગનાથભાઇની કિડની બી.ટી.સવાણીમાં જ ડાયાલીસીસ કરાવવા આવેલા ૨૧ વર્ષીય યુવક કે જે ગ્રેજ્યુએટ થયા બાદ આગળનો અભ્યાસ કરી રહ્યો છે અને તેને કિડનીનું દાન કરવામાં આવ્યુ હતું.

જ્યારે બીજા અંગો જેમાં એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં ‘ગ્રીન કોરિડોર” કરીને લઇ જવામાં આવી હતી. તેમની બન્ને આંખો અને સ્કીનને પણ આઇ બેન્ક અને સ્કીન બેન્કમાં જમા કરી દેવામાં આવી હતી. આજના આ એક વૃધ્ધના ઓર્ગન ડોનેટથી ઘણા લોકોને જીવનદાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *