રાજ્ય પર ફરી એક વખત આવી શકો છે મોટું સંકટ, હવામાન વિભાગે જાહેર કરી ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, તાત્કાલિક ધોરણે એલર્ટ જાહેર કરવા પડ્યા, જાણો કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 98.13 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ગયા વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સર્વત્ર વરસાદના પરિણામે ચાલુ સિઝનમાં કુલ 86 લાખ હેક્ટરની સામે 80 લાખ હેક્ટરથી વધુ એટલે કે 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદનું જોર વધ્યું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખૂબ જ સક્રિય જોવા મળ્યું છે.ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 98 ટકા વરસાદ થઈ ગયો છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી વડોદરા સહિત રાજ્યમાં વરસાદ પડી રહ્યો હતો. જો કે વડોદરામાં વાદળો વચ્ચે હળવો વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન-મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.આ વર્ષે પણ ગુજરાતની નદીઓ છલકાશે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટરે પહોંચી છે, જે ગુજરાતમાં જીવાદોરી સમાન છે, એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ છે. આ ઉપરાંત કડાણા, ધરોઈ, ઉકાઈ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના વરસાદને લઈને આગાહી કરી છે કે આવનાર 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આજથી એટલે કે 24 ઓગસ્ટ થી જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે આવનાર 24 કલાકમાં ફરીથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.