સમાચાર

કોરોનાની ત્રીજી લહેર? કેવી રીતે આગળ વધી રહી છે ઓમિક્રોનરૂપી આફત?

ગુજરાતમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે…બુધવારે અમદાવાદમાં એકી સાથે પાંચ કેસ નોંધાયા તો ગુરૂવારે વડોદરામાં એકી સાથે ઓમિક્રોનના સાત કેસ નોંધાયા છે…જેથી હવે સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 30 થઇ ગઇ છે…ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં એકલા વડોદરામાં જ ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે. તો અમદાવાદમાં 7 કેસ…જામનગરમાં 3…આણંદ અને મહેસાણામાં 3-3 કેસ..સુરતમાં 2 અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે…

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન પોઝિટિવના કુલ 30 કેસ નોંધાયા છે. જેમાં મહેસાણામાં બે કેસ એવા છે જે અગાઉ પોઝિટિવ થયેલી દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વડોદરા ૧૦ અમદાવાદ ૦૭ જામનગર ૦૩ આણંદ ૦૩ મહેસાણા ૦૩ સુરત ૦ર ગાંધીનગર ૦૧ રાજકોટ ૦૧.

તો રાજ્યમાં ઓમિક્રોનની સાથે સાથે કોરોના સંક્રમિતોની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. જેમાં  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ નોધાયા છે. તો કોરોનાથી 2 દર્દીઓના મોત થયા છે.જ્યારે 78 દર્દીઓ સાજા થયા છે.હાલ રાજ્યમા 668 એક્ટિવ કેસ છે.જેમાંથી 12 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે આજદિનસુધીમાં મૃત્યુ આંક 10 હજાર108 થયો છે. રાજ્યમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો સૌથી વધુ 43 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

તો સુરતમાં 18 કેસ નોંધાયા છે. રાજકોટમાં 14 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 10 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ નોંધાયા છે. જિલ્લા કોરોનાના કેસમરણઅમદાવાદ43 સુરત18 રાજકોટ14 વડોદરા11 આણંદ3 નવસારી4 ખેડા4 વલસાડ5 સાબરકાંઠા1 મહીસાગર2 કચ્છ5 ભાવનગર1 જામનગર01 કુલ111 કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *