કયા વિસ્તારોમાં પડશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવે આ જગ્યાએ…

આજે સવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતમા પ્રિમોન્સૂન એક્ટિવિટી ને લઈને આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના બતાવવામાં આવી છે. હાલના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના બોટાદ, જેસર તાલુકો અમરેલી જિલ્લાના તેમજ સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ થોડા ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં મહુવા, મુહૂવા, અલંગ, ભાવનગર તેમજ બોટાદ જિલ્લાની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ, તાપી,નવસારી, ડાંગ તેમજ સમગ્ર મહારાષ્ટ્ર વિસ્તાર વરસાદ જોવા મળશે. 10 તારીખ ની વાત કરીએ તો અમદાવાદ ભાવનગર અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી,ડાંગ અને વલસાડમાં વરસાદ જોવા મળી શકે છે.

11 અને 12 તારીખ ની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર અમરેલી,વડોદરા, ખેડા,આણંદ,ભરૂચ, સુરત, તાપી,નવસારી,ડાંગ વલસાડ જિલ્લાઓ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. 13 તારીખ ની વાત કરે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

રાજકોટ,ભાવનગર,અમરેલી, સોમનાથ વગેરે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. ૧૩, ૧૪ અને ૧૫ જૂન તારીખ ની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં 2:00 બાદ વરસાદ જોવા મળશે. અનેક જગ્યાએ ભારે પવન પણ ફૂંકાશે. હાલમાં નૈરૂત્યનુ ચોમાસુ મુંબઈની આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. 14 જૂન બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે નહીં એટલે કે ચોમાસુ જોવા મળશે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *