સમાચાર

ગુજરાતમાં પડશે ભારે વરસાદ? જાણો કઈ તારીખે કયા પડશે કેટલો વરસાદ

ગુજરાત રાજ્યમાં વનવિભાગ દ્વારા એક વાર ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આથી 8 જાન્યુઆરી માં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેના કારણે ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ ગાંધીનગર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી ની વાત કરીએ તો ૬ જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રને કચ્છ તેમજ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના ઓછો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અરે પાંચમી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને ૫ અને ૬ જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં વધારો થશે. અને તમને જણાવી દઈએ કે તાપમાન ૨થી ૩ ડિગ્રી નીચું આવે તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે. 

અંબાલાલ પટેલ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. ઉનાળામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. અને હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલની આગાહી મોટે ભાગે હવામાન અંગેના તારણો સાચા અને સચોટ જોવા મળતા હોય છે. તેવામાં જો ફરી ભારે વરસાદ આવે તો ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની જશે તેમ કહી શકીએ. 

આવનારાં દિવસો માં માવઠું આવવાની સંભાવના છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં ફેરફાર અને ભારે વરસાદ પડવાની શકયતા વધી રહી છે. જેની ખાતરી લેવી આવશ્યક છે.

તમને જણાવી દઈએ કે અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછો વરસાદ પડશે તેવી કહેવામાં આવ્યું છે. અને માવઠુ જાન્યુઆરી તારીખ 4થી 7 વચ્ચે આવશે તેવી સંભાવના કરવામાં આવી રહી છે. 10 જાન્યુઆરી સુધીમાં હવામાન માં અનેક જાત ના ફેરફાર જોવા મળશે તેવી સંભાવના થઈ રહી છે. અને ત્યારબાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં ફેરફાર આવશે અને વાદળવાયુ અને ઠંડી વધારે પડશે તેવું આગાહી કરવામાં આવી છે. 2

1 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે. ભારે વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની ખરાબ અસર જોવા મળશે. તેમ કહેવું ખોટુ નથી. કપાસ અને દિવેલાના પાકમાં પાન ને કોઈ પણ નુકસાન નહિ થાય તેવી શક્યતા ઓ કરવામાં આવી થઈ છે. ખેડુત મિત્રો એ આ દરેક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી તેમને જ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *