સમાચાર

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં પડ્યો આટલા ઇંચ વરસાદ, ખેડૂતો માટે ખુશીના સમાચાર, વાવણી લાયક વરસાદ…

રાજ્યમાં અત્યાર મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે જેથી લોકોને ગરમીના કાળઝાળ ઉકળાટ માંથી રાહત મળી છે. રંગીલા રાજકોટ માં કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જ્યારે શહેરના છુટા છવાયા વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે.

અમરેલી વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે અમરેલીના ધારી ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓમાંથી પાણી કાઢી નાખે એવો વરસાદ પડ્યો છે. બીજા વિસ્તારોની વાત કરે તો રબારી બેવડા વીરપુર જીરા સરસીયા માધવપુર લાખાપાદર જેવા વિસ્તારોમાં રસ્તામાં પાણી ભરાઇ ગયા હતા.

આનંદની વાત કરતો ત્યાં તો વરસાદે ભુક્કા બોલાવી દીધા હતા આણંદના બોરસદમા ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ સાથે સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વાતાવરણમાં અચાનક પલટો આવીને ઠંડક આવી હતી. આ જોઈને ખેડૂતો ખૂબ જ રાજીના રેડ થઈ ગયા હતા કારણકે ખેતીલાયક વરસાદ પડ્યો હતો.  અમરેલી જિલ્લામાં વરસાદી મહાલ જામ્યો છે અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન પણ ફૂંકાયો છે આ સાથે વાવણી લાયક વરસાદ પડયો હોવાથી ખેડૂતોએ વાવણીની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે.

આ બધું સાવરકુંડલા ની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ ખૂબ જ જામ્યો હતો. વિજપડિ મોવાસા સેંજળ સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા બજારમાં પાણી ભરાઇ ગયા હતા. જામનગર ની વાત કરવી હોય તો જામનગરમાં એક કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો જામનગરના કાલાવડ વિસ્તારમાં બપોર પછી વરસાદ ખૂબ જ જામ્યો હતો અને સતત એકધારો એક કલાક વરસાદે ધૂમ મચાવી દીધી હતી શહેરની મુખ્ય બજારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. અને વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો પણ સુકાવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.