રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા તાંડવ મચાવશે આ જિલ્લામાં સાત સાત ઇંચ વરસાદ પડવાની આગાહી સાથે એલર્ટ પણ જાહેર…

ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સોમવારના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર જમાવટ પાડી હતી ત્યારે હવામાન વિભાગના આગાહી પ્રમાણે આગામી બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે થઈ હતી ભારે વરસાદ પડી શકે છે 16 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એટલું જ નહીં સાત ઇંચ વરસાદ ખાપકી શકે તેવી પણ શક્યતા છે.

સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહેસાણા પાટણ સુરત અરવલ્લી વલસાડ નવસારી મોરબી કચ્છ દ્વારકા ગીર સોમનાથ વિસ્તારમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બીજી બાજુ 17 ઓગસ્ટના રોજ નવસારી સુરત વલસાડ કચ્છ જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થયેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ સતત આગળ વધી રહ્યું છે જેમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં કેન્દ્રીત થયું છે ત્યારે વેસ્ટન ડીસ્ટર્બન્સ સર્જાયું છે જેને કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે.

મિત્રો તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં 85 ટકા જેટલો વરસાદ વરસ ચુક્યો છે જ્યારે હજી પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે વરસાદથી ગુજરાતના જળાશયો અત્યારે ભરાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *