દરિયાકાંઠે લગાવવામાં આવ્યું એક નંબરનું સિગ્નલ, આ વિસ્તારના લોકો થઇ જાવ સાવધાન!! દરિયા માંથી…

આ વર્ષે ચોમાસાને શરૂઆતથી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે સમગ્ર રાજ્યમાં સીઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે જ્યારે રાજ્યના કેટલા વિસ્તાર હોય ત્યારે હાલ પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિઓ પણ જોવા મળી હતી.

આવવામાં હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 જુલાઈ 12 સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ જાણવા મળતી માહિતી મુજબ પોરબંદર જુનાગઢ વલસાડ જેવા વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ અત્યારે એક નંબરનો સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા થી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી પણ જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં હવે અત્યારે ડિપ્રેશન બની ગયું છે અને તેના કારણે ગુજરાતમાં અન્ય અસર નહીં થાય ડિપ્રેશનની અસર સમુદ્ર વિસ્તારમાં જ થશે જમીન ઉપર આની અસર જોવા મળશે નહીં.

તમને જણાવી દો તો રાજ્યમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે 260 જળાશયોમાં 50% થી વધારે જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમ માં હાલ 50.63 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે એટલે 1,69,149 એમસીએફટી જળ સંગ્રહ થયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાઈ ચૂક્યો છે સૌથી વધુ વરસાદ કચ્છમાં 101% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 71.88% સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 56.61% ઉત્તર ગુજરાતમાં 39.91% અને પૂર્વ ગુજરાતમાં 43.72% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેવા હાલ અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.