હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર પાંચ દિવસમાં કરી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ…

ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે અને તેવામાં રાહતના સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. આમ સૌ કોઈ લોકો હવે રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે ઉનાળાનો અંત આવતા જ કેરળમાં ચોમાસું બેસી ગયું છે. અને તે ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યું છે આમ ગઈકાલે રાત્રે જ ચોમાસુ રાજ્યમાં બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આમ અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું હતું.

સાવરકુંડલા તથા બનાસકાંઠા તદુપરાંત રાજ્યોના બીજા ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણ બદલાયું જોવા મળ્યું હતું. આમ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી ગયો હતો. તેથી જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનાર પાંચ દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તથા અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ વરસી શકે છે અને ત્યાં જ અમરેલી બોટાદ સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમરેલી તથા ભાવનગરમાં આજે રાત્રે વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું કે આવનાર પાંચ દિવસમાં રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તદુપરાંત સુરેન્દ્રનગર બોટાદ તથા અમરેલીમાં પણ વરસાદ અતિ સામાન્ય પડશે અને અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારમાં થોડો વરસાદ પડી શકે છે તેવું લાગી રહ્યું છે. તથા દક્ષિણ ગુજરાતમાં આવેલા અલગ-અલગ વિસ્તારમાં પણ વરસાદ પડશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લીધે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે અને ગરમીમાં થોડો ઘટાડો જોવા મળતાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટશે તેવી સંભાવના હવામાન વિભાગે જણાવી હતી.

ગુજરાતના દક્ષિણ તથા પશ્ચિમના અલગ-અલગ વિસ્તારમાં પવનો ખૂબ જોરશોરથી ફૂંકાઈ હતા અને તેના જ કારણે અલગ અલગ વિસ્તારના વાતાવરણમાં ફેરફાર આવી ગયો હતો તેમજ અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ પડી ગયો હતો અને તેની સાથે જ ધંધુકામાં 34 એમએમ વરસાદ પડ્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પવન પણ ખૂબ જોરશોરથી ફૂંકાયો હતો આમ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનાર પાંચ દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે અને તાપમાનમાં પણ સારો એવો ઘટાડો જોવા મળશે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. અને તેની સાથે જ વાતાવરણમાં ફેરફાર આવશે તે જ મુજબ દક્ષિણ ભાગમાં આવેલા તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થશે તેવું લાગે છે. તે દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે પવન પણ આવી શકે છે. આમ અમરેલી સુરત સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર તથા અમદાવાદમાં વીજળીના કડાકા પડી શકે છે અને તેની સાથે જ વરસાદ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *