રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ, આ વિસ્તારમાં ચાલુ થઇ ગયા છે તોફાની પવન સાથે સાથે… ત્રણ નંબરનું સિગ્નલ અપાયું

ગુજરાતના દરિયામાં અત્યારે લો પ્રેસર સર્જાઈ રહ્યું છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં મીની વાવાઝોડાની આશંકા દરિયાકાંઠા વિસ્તારોમાં સેવાઈ રહી છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તે માટે હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે.

ચેતવણી આપતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે આજથી લઈને જુલાઈના શરુઆતી દિવસો સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે ત્યારે વધુમાં આગળ જાણવા મળ્યું છે કે રાજ્યના મુખ્ય ત્રણ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે બીજા 11 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

અતિભારે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગનાં માહિતી અનુસાર નવસારી સુરત વલસાડ વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અપાય છે.

તાપી ડાંગ ભરૂચ જેવા વિસ્તારોમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે બરાબર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને જૂનાગઢમાં મધ્યમ થી લઈને વધારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે જખો માંડવી પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે જ્યારે બેડી દ્વારકા નવલખી મુદ્રા પોરબંદર દીવ વેરાવદર જાફરાબાદ ભાવનગર દહેજ ભરૂચ આ વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. અને આ બાજુ વલસાડમાં દરિયો ખૂબ જ તોફાની બન્યો છે જિલ્લાના ૭૦ કિલોમીટર દરિયા માં ઊંઝા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે અને આ માટે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published.