સાવધાન હવે આવી રહ્યો છે વરસાદનો સૌથી મોટો રાઉન્ડ… આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ… આ વિસ્તારમાં જોવા મળી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ…

રાજ્યમાં અત્યારે વાતાવરણમાં સુધારો થયો છે અને સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ગઈકાલે રાત્રેથી જ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે હજી આગળના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે, તો ચાલો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

ગઈકાલે સુરત જિલ્લાના કુમારપાડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે રાજ્યના 84 તાલુકાઓમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા જેમાં સામાન્યથી લઈને ફરવા જપતા નોંધાયા હતા. આ બાજુ વડોદરા જિલ્લાની વાત કરીએ તો કરજણમાં અઢી ઇંચ વરસાદ નવસારીના વાસદા માં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

હવામાન વિભાગના આધારે ચાર ઓગસ્ટ થી લઈને 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવી શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદથી લઈને ખૂબ જ સારો એવો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે વલસાડ નવસારી સુરત ભરૂચ તાપી ડાંગ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ હળવા થી લઈને મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *