મોટી આગાહી જાહેર થઇ, આગામી 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી… Gujarat Trend Team, July 20, 2022 રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બે થી ત્રણ દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો અને આ વચ્ચે ફરી એક વાર અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો છે ત્યારે હવામાન વિભાગ આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર જવા વિસ્તારમાં તો આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર ની વાત કરવામાં આવે તો હાલ ત્યાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય ઝાપટા પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઇ સારો એવોવરસાદ પડવાની સંભાવના છે. તમે જણાવી દઈએ તો ગઈકાલે સવારના પોરમાં જ અમદાવાદમાં વરસાદી ઝાપટા ચાલુ થઈ ગયા હતા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસાવ્યો હતો જેના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જો ખાસ કરીને વાત કરીએ તો ઉસ્માનપુરા દાણીલીમડા વાડજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો ઉઠાવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જ્યારે 19 જુલાઈ અને 20 જુલાઈ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક આગાહી નથી પરંતુ 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વચ્ચે તેવું હવામાન વિભાગનું કહેવું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે જ્યારે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. સમાચાર