રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે તડકો નીકળ્યો પરંતુ અંબાલાલ પટેલે કરી નાખી નવી નકોર આગાહી…

રાજ્યમાં વરસાદી માહોલ બાદ હવે તડકો નીકળી રહ્યો છે અને વાતાવરણમાં ગરમી અને બફારા નું પ્રમાણ જોવા મળી રહી છે. ક્યારે વિકેન્ડ ઉપર હવામાન કેવુ રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે મોટાભાગના લોકો વિકેન્ડ ઉપર એક બે દિવસની વધુ રજા લઈને પ્રવાસની પ્લાન બનાવી રહ્યા હોય છે.

વીક એન્ડ પ્લાન બનાવનાર માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગના અધિકારો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની કોઈપણ શક્યતા નથી છે તો પણ સાવ નહિવત પ્રમાણમાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે પરંતુ ભારતીય અતિ ભારે વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જ્યારે આ બાજુ વરસાદની શક્યતા ઓછી હોવાને કારણે તાપમાનમાં પણ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.

આગામી પાંચ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય નો હોવાથી રાજ્યભરમાં મોટાભાગે આકાશ ખુલ્લું જ રહેશે જ્યારે આ બાજુ હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે ઓગસ્ટ મહિનાના શરૂઆતથી દિવસોમાં વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહી જાહેર કરી દીધી છે.

જેમાં ચાર ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદની કહેર ભલે ધીમી પડી ગઈ પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમાકા સાથે આવી રહ્યો છે જુલાઈ મહિનામાં કેટલો વરસાદ પડ્યો કે છેલ્લા 50 વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા અને સમગ્ર રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો.

આ સીઝનના વરસાદની વાત કરે તો આ સિઝનમાં 70% જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હજુ પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનું બાકી છે સાથે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો હજી બાકી છે જેમાં વરસાદ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.