રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી જાહેર કરી…

આ વર્ષે ચોમાસા સમગ્ર રાજ્યમાં રમઝટ બોલાવી દીધી છે અને ચારે તરફ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે વિશે વાત કરી છે તો ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક ખૂબ જ સારો વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે બીજી તરફ અંબાલાલ પટેલ 31 ઓગસ્ટ થી લઈને રાજ્યમાં છૂટો છાયો વરસાદ વરસવાની આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેવી આગાહી હોવાની વિભાગે જાહેર કરી છે ખાસ કરીને અમદાવાદમાં પણ હવન વિભાગે આગાહી જાહેર કરતા જણાવ્યું કે આજે સાંજ સુધીમાં શહેરમાં ધીમીધારે વરસાદ જોવા મળે છે કે 23 શક્યતા છે જ્યારે બીજી તરફ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ જેવા વિસ્તારમાં ઓરેન્જ જાહેર કર્યું છે.

જ્યારે અન્ય આઠ જિલ્લામાં હવામાન વિભાગ યેલો એલર્ટ આપ્યું છે તેની માહિતી મળી રહી છે, જો આ વિસ્તારની વાત કરીએ તો અરવલ્લી ગાંધીનગર ખેડા મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી દાહોદ અને મહીસાગરમાં હવામાન વિભાગ એ યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં હળવા વરસાદી વાતાવરણથી લઈને સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.