આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે, હવામાન વિભાગે જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, ઘરની બહાર નીકળતા પહેલા એક વખત જરૂર વાંચજો આ ખબર…

હવામાન વિભાગ તરફથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની માહોલ જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને આગામી 24 કલાક વલસાડ પાટણ બનાસકાંઠા કચ્છ જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

જ્યારે બીજી બાજુ કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે અને આ દરમિયાન માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, 16 ઓગસ્ટ ના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ જેવા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર સુરત તાપી ડાંગ નવસારી જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વર્ષે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ આણંદ ગાંધીનગર ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર દ્વારકા જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

17 ઓગસ્ટ ના રોજ હવામાન વિભાગે કચ્છ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જ્યારે બીજી તરફ સુરત ભરૂચ રાજકોટ પોરબંદર દ્વારકા, જામનગર સુરેન્દ્રનગર મોરબી પાટણ બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ સરદાર સરોવર ડેમની સપાટી માં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે.

સરદાર સરોવર ડેમની સપાટી અત્યારે 135 મીટર પર પહોંચી ગઈ છે ડેમની આવક અત્યારે 3.33 લાખ ક્યુસેક નોંધાય છે, જ્યારે 3.50 લાખ પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવવાના કારણે નદી કાંઠા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *