રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આ વિસ્તારો થઇ જજો સાવધાન!! ભારેથી અતિભારે વરસાદ સાથે પુર જેવી પરિસ્થિતિ પણ…

ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરે છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘરેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં વધારે વરસાદને કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. વરસાદને કારણે લોકોને જાનહાની પણ ખૂબ જ જોવા મળી રહી છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. આથી લોકો હવે વરસાદથી ત્રાહિમામ થઈ ગયા છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે 16 જુલાઈ થી વરસાદ ઓછો પડશે.

મનોરમાં મોંહંતી જેઓ હવામાન વિભાગના ડાયરેક્ટર છે તેઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હજુ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે ડાંગ,નવસારી, ગીર, સોમનાથ અમરેલીમાં ભારે વરસાદ થશે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં 15 જુલાઈએ ભારે વરસાદ પડશે. કચ્છ, પોરબંદર, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

16 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં ઓછો વરસાદ પડશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. 16 જુલાઈથી ઓછો વરસાદ પડશે. 22 જુલાઈની આસપાસ ફરી વરસાદ શરૂ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની હતી. લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. લોકોને ખૂબ જાનહાની થઇ હતી. વધારે વરસાદના કારણે અમુક પણ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા હતા. જેને કારણે એ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.