રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે અંબાલાલ ભાઈ પટેલે પણ કરી મોટી આગાહી, આ દરિયામાં કરંટ

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી પાંચ દિવસ રાજ્ય માટે ખૂબ જ ભારે જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ૩૦ જૂનથી લઈને જુલાઈ મહિનાના શરૂઆતી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ દ્વારા 30 જૂનથી લઈને પેલી જુલાઈ અને બીજી જુલાઈ એ દક્ષિણ ગુજરાત ના નવસારી વલસાડ ડાંગ સુરત જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક દરિયો અત્યારે તોફાની બન્યા છે રાજ્યના ટોટલ બંદરો માંથી 11 બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

હવામાન ખાતાના વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે હાલમાં હવામાન વિભાગ એમ માછીમારોને સુચના આપવામાં આવી છે કે હાલ તે દરિયો ન ખેડે. જ્યારે આ બાજુ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે અને સામાન્ય થી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે.

આ બાજુ વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલ એ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ પડશે અને ખેડૂતો માટે વાવણીલાયક સારો વરસાદ પડી શકે છે જેમાં તેમણે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા માં વરસાદની આગાહી કરી છે આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવું તેમનું કહેવું છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે દરિયા કાંઠા વિસ્તારોમાં તોફાની પૌવાનો ફુગાવાની શક્યતા જોવા મળી રહી છે ગુજરાતના દરિયામાં વરસાદની આગાહી વચ્ચે ઊંચા મોજાઓ ઉછળવા લાગ્યા છે અને એના કારણે જ રાજ્યના અનેક બંદરોમાં અત્યારે ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે જ્યારે માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

દ્વારકામાં તોફાની પવન સાથે દરિયામાં કરણ પણ જોવા મળ્યો હતો જ્યારે બીજા દરિયા કિનારાના વિસ્તારોમાં ૧૦થી ૧૨ ફૂટ ઉંચા મોજા કુશળતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ૨૯ જૂન થી લઈને 2 જુલાઈ સુધી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર પણ અત્યારે સજ્જ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.