સમાચાર

ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ જીલ્લામાં વાવણી લાયક વરસાદ થશે

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી શકે છે. સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવવાની સંભાવના બતાવવામાં આવી છે. ઉપરાંત ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય શકે છે.

અરબી સમુદ્રમાંથી દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફુંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે. હાલમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે જ્યાં વરસાદ વરસ્યો છે તે જગ્યાએ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો ઓછો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં વાવાઝોડું ફૂંકાવાના પણ સંકેતો મળી રહ્યા છે. હવે રાબેતા મુજબનો વરસાદ ક્યાંરથી શરૂ થશે તેની રાહ જોવાઇ રહી છે.

10 તારીખ ની વાત કરીએ તો અમદાવાદ ભાવનગર અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી,ડાંગ અને વલસાડમાં વરસાદ જોવા મળી શકે છે. 11 અને 12 તારીખ ની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર અમરેલી,વડોદરા, ખેડા,આણંદ,ભરૂચ, સુરત, તાપી,નવસારી,ડાંગ વલસાડ જિલ્લાઓ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

13 તારીખ ની વાત કરે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. રાજકોટ,ભાવનગર,અમરેલી, સોમનાથ વગેરે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 26 લઈને 50 ટકા સુધી વરસાદ અડધા વિસ્તારમાં જોવા મળશે. આમ 10, 11,12 અને 13 તારીખમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં તારીખ 20 જૂન બાદ ચોમાસુ બેસી શકે છે.

Leave a Reply

Your email address will not be published.