સમાચાર

સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ એન્ટ્રી, હવે આ તારીખે વરસાદ…

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. અને ખૂબ જ ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલણા, વંડા, મેવાસા, વાશીયાળી ભમોદરા વગેરે તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે.વરસાદ આવતાની સાથે જ લોકોમાં આનંદ દેખાઈ રહ્યો છે. હાલના સમયમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે.

છેલ્લા ત્રણ મહિનાથી લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ જાણે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં આજે જેઠ મહિનામાં જ અષાઢી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ને ઠંડક પ્રસરાવી દીધી છે.

કાળઝાળ ગરમી બાદ એકાએક મેઘરાજા નું આગમન થવાથી લોકો ઝુમી ઊઠયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. જેના કારણે લોકોને ગરમીમાંથીરાહત મળી છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ મેઘરાજા આવી ચૂક્યા છે ત્યાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતા લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા. અસહ્ય પડી રહેલી ગરમી અને બફારા ની વચ્ચે બરોબર વરસાદી માહોલ જામતા નાનાથી લઈને મોટા લોકો નાહવા માટે ઘરની બહાર આવી ગયા હતા. લાઠીના હરસુરપુર દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. જો કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 જૂનથી 11 જૂન સુધી ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને સુરત, નવસારી, વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં પણ સામાન્ય વરસાદની અપેક્ષા છે. જો કે ચોમાસાની હજુ રાહ જોવી પડશે

Leave a Reply

Your email address will not be published.