અતિભારે વરસાદને કારણે રાજ્યમાં 27 જેટલા જળાશયો હાઈ એલર્ટ પર, જયારે 12 જેવા જળાશયો તો અત્યારે…

રાજ્યમાં અત્યારે ચારે બાજુ મેઘરાજા પોતાના કહેર બતાવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મુશળતા રીતે વરસી રહ્યા છે અને મેઘ તારાજી સરજી રહ્યા છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ફક્ત પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ કેટલા દિવસથી હવામાન વિભાગ પણ ખૂબ જ એલર્ટ છે. ત્યારે નવસારીમાં આપણે ડ્રોન દ્રશ્યોથી જોઈ શકીએ છીએ કે નવસારીમાં અત્યારે કેટલી વિકટ પરિસ્થિતિ આવી છે.

ફક્ત નવસારી જ નહીં આ ઉપરાંત બીજા ઘણા એવા વિસ્તારો છે જ્યાં કુળ જેવી પરિસ્થિતિ છે ઘુટણ સમારા પાણી ભર્યા છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તો રસ્તાઓમાં વરસાદના પાણીની અંદર મગરો પણ દેખાઈ રહ્યા છે હા તમે બરોબર વાંચ્યું રસ્તાઓમાં મગર પણ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ તો વડોદરા ના વાઘોડિયા રોડ ઉપર સાડા ચાર ફૂટનો મગર આવતા જ સમગ્ર વિસ્તારમાં અફડા તો ફરી મચી ગઈ હતી.

જ્યારે બીજી બાજુ મુશળધાર વરસાદ અને કારણ અનેક જગ્યાઓ પર લોકો ફસાઈ ગયા હતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા અને તેના માટે હાર અત્યારે એનડીઆરએફ ની ટીમ અને ફાયર વિભાગના જવાનો તારણહાર બનીને આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ કંટ્રોલ કરવા અને રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટે એનડીઆરએફ ની ટીમ સતત કામ કરી રહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મોટાભાગના નદી નાળાઓ જળાશયો અત્યારે ઓવર ફ્લો થઈને છલકાઈ રહ્યા છે તમને જણાવી દઈએ તો રાજ્યમાં વરસાદ અને કારણે 207 જળાશયોમાં 46.91 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સમગ્ર રાજ્યની મૂળભૂત જીવા દોરી સમાન એવા સરદાર સરોવર ડેમ માં અત્યારે 1,60,363 એમસીએફટી જળસંગ્રહ થયો છે અને જો આ ટકાવારીમાં તેની વાત કરીએ તો સરદાર સરોવર ડેમના કુલ સંગ્રહની શક્તિ ના 46 થી 48% જેટલો સંગ્રહ થયો છે.

જો આ બધું પાણીના પુરવઠા ની વાત કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ તારીખ 13 જુલાઈ સુધીમાં 21 જળાશયો જેમાં 100% થી વધુ જળ સંગ્રહ થઈ રહ્યો છે જ્યારે 30 જણા એવા છે જેમાં 70 થી લઈને 100% સુધી જળસંગ્રહ થઈ રહ્યો છે જ્યારે 27 માં 50% થી લઈને 70% અને 51 જણાશે એવા છે જેમાં 25% થી લઈને 50% સુધીનો સંગ્રહ થઈ રહ્યો છે આમાં સરદાર સરોવર ડેમ પણ સહિત.

77 જણાશે એવા છે જેમાં ફક્ત 25% કરતા ઓછો ચલ સંગ્રહ થયો હોય તેવા જોવા મળી રહ્યા છે કયા કયા વિસ્તારમાં વધારે છે તેની વાત કરીએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 141 જળાશયો ઓનો સમાવેશ થાય છે, જ્યારે કચ્છમાં 20, ઉત્તર ગુજરાતમાં 15, મધ્ય ગુજરાતમાં 17 અને દક્ષિણ ગુજરાતમાં ૧૩ જળાશયોનું સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ તો રાજ્યમાં વરસાદને કારણે 27 જળાશયો હાલ અત્યારે હાઈ એલર્ટ ઉપર છે, જ્યારે બાર જળાશયો એલર્ટ ઉપર છે, અને 11 એવા છે જે સામાન્ય ચેતવણી હાલ આપી દેવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ હજી આ સીઝનનો ફક્ત 46 થી 50% જેટલો જ વરસાદ વરસ્યો છે તો હવે જોવાનું રહ્યું કે આગળ કેવી પરિસ્થિતિ થશે.

Leave a Reply

Your email address will not be published.