સમાચાર

રાજ્યમાં કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ, એક જ દિવસમાં 4 ડિગ્રી સુધી પારો ગગડ્યો

નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી સાથે કરવી પડશે હજુ પણ આગામી સપ્તાહે કાતિલ ઠંડી માટે તૈયાર થઇ જાવ. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન કરવામાં આવ્યું છે. કમોમસી માવઠા બાદ ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં 40 થી 50 કિમિ ઝડપે પવન સાથે ઠંડી વધશે. મોડી રાતથી ઠંડી લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટશે

માવઠા ની શક્યતા હમણાં ઓછી થશે વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસર ઓછી થતા માવઠાની શકયતા નહીંવત રાખવામાં આવી છે. ખેડૂતોને કમોસમી વરસાદની ચિંતા કરવાની જરૂર નથી. જેને લઈને હવામાન વિભાગ દ્વારા જણવવામાં આવ્યું છે.

રાજ્ય માં વધ્યો ઠંડી નો ચમકારો રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી ચાર દિવસમાં શહેરમાં ઠંડીનો પારો નીચે જવાની આગાહી કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાગના નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષે સામાન્ય કરતાં વધું ઠંડી પડી શકે છે.

શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું મોજું ફરી વળતા રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. શહેરના તમામ રોડ રસ્તાઓ સુમસામ જોવા મળતા હોય છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી આપી છે. હવામાન આગાહીના મુજબ ઠંડીનું જોર વધ્યું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાનો વરતારો આપ્યો હતો. તેમણે સમગ્ર ઋતુ કેવી રહેશે તેના અંગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ગુજરાતમાં પણ બે ત્રણ દિવસોથી ‌વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *