જાણો રાજ્યમાં પ્રી-મોન્સૂન કેવું રહેશે, સાથે સાથે પહેલી તારીખથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાશે

કેરળમાં હવે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયેલું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમનથયા બાદ ચાર દિવસ પછી કર્ણાટકમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ત્યાંથી ચોમાસું ત્યાંથી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ એકદમ સૂકું જ રહેશે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આ ઉપરાંત પહેલી જૂનથી જ તાપમાનમાં સામાન્ય વધારો પણ થઈ શકે છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગે સત્તાવાર નિવેદન આપતા એવું જણાવ્યું હતું કે, “હાલ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાને કેરળથી કર્ણાટક પહોંચતા ચાર દિવસ લાગી જશે. કર્ણાટક પછી ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે ત્યારપછી ગુજરાતમાં પ્રવેશ અંગે ચોક્કસ માહિતી આપવામાં આવશે. હાલ રાજ્યમાં પશ્ચિમના પવનો ફૂંકાવાના ચાલુ થયા છે. હાલ રાજ્ય પર કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઇ. આ ઉપરાંત રાજ્યમાં હાલમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા નહીં મળે.”

કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ પછી મુંબઈ અને ત્યારપછી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી દીધી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ અને આગાહી કરી દીધી છે. તેમના કહેવા મુજબ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી જાણી શકાશે.

અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, “આ વર્ષે દક્ષિણ ભારતમાં ખુબ જ ભારે વરસાદ પડવાનો છે. મુંબઈમાં ૧૦મી જૂન સુધી ચોમાસાનું આગમન પણ થઈ જશે. બીજી બાજુ ૧૫ જૂન સુધીમાં સુરતની આસપાસ પણ ચોમાસાનું આગમન પણ થઈ જવાનું છે. ૨૦મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્ર વરસાદ અંગે એવું સૂચન કરતું હોય છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી જાણી શકાશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *