રાજ્યના એક પછી એક ડેમ થયા ઓવરફ્લો આ વિસ્તારમાં એલર્ટ જાહેર… આ તારીખથી ફરી એક વખત રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકશે…

રાજ્ય પર અત્યારે જાણે મોટી આફત આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઉત્તરાખંડ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ઉપરવાસના પાણી હવે ગુજરાત તરફ પહોંચી ગયા છે અને જેના કારણે બનાસકાંઠાથી લઈને સુરતની નદીઓ સુધી અત્યારે ડેમ છલોછલના છલકાઈ ગયા છે.

જેના કારણે દરિયામાં પણ મોટું તોફાન યથાવત રહ્યું છે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી અત્યારે વરસાદના નીર વહી રહ્યા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતના બધા જ ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી છતાં પણ અત્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે ડેમ તેની ભયજનક સપાટીઓ વટાવી ચૂક્યા છે.

આ તરફ બનાસકાંઠામાં અમીરગઢ નજીક બનાસ નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર ની આવક થઈ છે લાંબા સમય બાદ બનાસ નદી બે કાંઠે વહી છે અને તેના કારણે ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં આ વર્ષે રાજ્યની સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો છે જેના કારણે ફક્ત ઉત્તર ગુજરાતના ડેમો જ ઓવરફ્લો થયા નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનતી જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે અને 15 અને 16 તારીખે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.