ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, આગામી સપ્તાહે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે

ચીખલી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદથી ખેડૂતો પરેશાન છે. આ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે. આ સાથે જ ગીર સોમનાથના વેરાવળમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારના વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળી રહ્યો છે. વેરાવળ સહિત દરિયાકાંઠાનો વિસ્તાર ઘેરા ડીબોંગ વાદળોથી ઘેરાયેલો છે.

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અને પ્રિમોન્સૂનની અસર સક્રિય છે. કેટલાક શહેરોમાં તાપમાન 39 ડિગ્રી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનોના પ્રભાવ હેઠળ આગામી સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. ઘણા શહેરોમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ચઢી શકે છે.

ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે અમદાવાદમાં મહત્તમ 41.9 ડિગ્રી અને લઘુત્તમ 28.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. અન્ય શહેરોમાં તાપમાન 39 ડિગ્રીથી નીચે રહ્યું હતું.

રાજ્યમાં આગામી સપ્તાહે ફરી ગરમી પડશે તેમજ પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે સુરતમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જેમાં વરસાદની આગાહીને લઈને બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આજથી શહેરમાં તમામ પ્રકારના ખનન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ રિનોવેશનનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ 5 જૂન સુધીમાં રોડનું પેચવર્ક પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *